સુહાગરાતના દિવસે કપલ સાથે ઊંઘે છે દુલ્હનની માતા! જાણો કેમ

વા પરણેલા લોકો માટે તેના લગ્નની પ્રથમ રાત ઘણી ખાસ હોય છે (પ્રતિકાત્મક તસવીર)

viral news- એવી વિચિત્ર પ્રથા વિશે બતાવી રહ્યા છીએ જે સાંભળીને તમે ચકિત થઇ જશો અને હસવું પણ આવશે

 • Share this:
  નવા પરણેલા લોકો માટે તેના લગ્નની પ્રથમ રાત ઘણી ખાસ હોય છે. વિવાહિત જીવનની શરૂઆતને યાદગાર અને રોમાંટિક બનાવવા માટે સુહાગરાત (Honeymoon)માટે ઘણા કપલ્સ અલગ-અલગ તૈયારીઓ કરે છે. ઘણા દેશોમાં સુહાગરાત સાથે જોડાયેલી અલગ-અલગ માન્યતાઓ (Weird Marriage Tradition)છે. જોકે અમે આજે એવી વિચિત્ર પ્રથા (Weird tradition related to first night of couples)વિશે બતાવી રહ્યા છીએ જે સાંભળીને તમે ચકિત થઇ જશો અને હસવું પણ આવશે.

  આફ્રિકાના કેટલાક ગામમાં સુહાગરાતના દિવસે ઘણી અજીબોગરીબ પ્રથા જોવા મળે છે. ઉડીસા પોસ્ટ વેબસાઇટના એક રિપોર્ટ પ્રમાણે અહીંયા સુહાગરાતના દિવસે નવા કપલ સાથે દુલ્હનની માતા પણ ઊંઘે છે.

  આ પણ વાંચો - સુંદરતાના કારણે મહિલાને પડે છે ગાળો, જાણો અજીબ કારણ!

  કપલ સાથે ઊંઘે છે વૃદ્ધ મહિલા

  સાંભળવામાં આ ઘણું અજીબ લાગી શકે છે પણ દુલ્હનની માતા એટલા માટે કપલ સાથે ઊંઘે છે કે જેથી તે પોતાની પુત્રીને બતાવી શકે કે તે રાત્રે શું કરવાનું છે. ઘણી વખત દુલ્હનની માતાના બદલે કોઇ અન્ય વૃદ્ધ મહિલા સાથે ઊંઘે છે. જે બંનેને લગ્ન જીવન સાથે જોડાયેલી વાતો સમજાવે છે. માનવામાં આવે છે કે આજના સમયમાં પણ આ માન્યતા આફ્રિકામાં નિભાવવામાં આવે છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એ દાવો કરવામાં આવે છે કે સુહાગરાતના બીજા દિવસે વૃદ્ધ મહિલા ઘરના અન્ય વૃદ્ધોને જણાવે છે કે કપલે પોતાના વૈવાહિક જીવનની શરૂઆત યોગ્ય ઢંગ સાથે કરી છે કે નહીં.

  આ પણ વાંચો - જોઈ લ્યો આજના યુગનો આદિમાનવ, 20 વર્ષથી કાચું માંસ ખાય છે અને વિચિત્ર લાઈફસ્ટાઈલ જીવે છે

  સ્કોટલેન્ડમાં પણ ફેમસ છે લગ્ન સાથે જોડાયેલી અજીબોગરીબ પ્રથા

  લગ્ન સાથે જોડાયેલી ઘણી અજીબ પ્રથા દુનિયાભરમાં જોવા મળે છે. ઉત્તર પશ્ચિમી સ્કોટલેન્ડના કેટલાક ગ્રામીણ વિસ્તારમાં ઘણા વર્ષોથી એક પ્રથા ચાલી આવી રહી છે. જ્યાં લગ્નના થોડાક સપ્તાહ પહેલા દુલ્હન પર કાલીખ પોતવામાં આવે છે. આ પ્રથાને બ્લેકનિંગ (Blackening the Bride)કહેવામાં આવે છે. ઘણા સ્થાને વરરાજા અને દૂલ્હન બંને પર ગંદકી નાખવામાં આવે છે. જોકે મોટાભાગે દૂલ્હનને જ નિશાન બનાવવામાં આવે છે. આવી દુનિયામાં ઘણી અજીબ પ્રથાઓ જોવા મળે છે.
  Published by:Ashish Goyal
  First published: