માણસની જિંદગીની દરેક પળ પડકારોથી ભરેલી હોય છે. આપણે રોજ લડીએ છીએ જીતવા માટે, જિંદગીમાં કઈંક નવું કરવા માટે.
આ વાતને તમામ લોકો માને છે, પરંતુ ખાવાનું ખાવામાં મળે કઈંક નવી ચેલેન્જ, તો કેવું લાગશે.
જીહાં, હરિયાણાના રોહતકમાં પરાઠાની એક એવી દુકાન છે, જેની ખુલ્લી ચેલેન્જ છે કે, 50 મિનીટમાં 3 પરાઠા ખાવો અને જિંદગી ભર મફતમાં ખાવાની ગિફ્ટ મેળવો.
દિલ્હી-રોહતક બાયપાસ પર છે, તપસ્યા પરાઠા જંક્શન. અહીંના પરાઠા એવા છે કે, એક પરાઠો પણ 4-5 લોકો ભેગા થઈ મુશ્કેલીથી ખાઈ શકે છે.
પરાઠા જંક્શનમાં બને છે 2 ફૂટનો પૂરો ગોળ પરાઠો, જેને જોયા બાદ ભલભલી ડાયટવાળા પણ પોતાના હાથ અધ્ધર કરી દે છે.
આ પરાઠાનું વજન 1200 ગ્રામનું હોય છે. આમાં 700 ગ્રામ સ્ટફિંગ કરવામાં આવે છે. આ પરાઠાની કિંમત 150 રૂપિયાથી લઈ 350 રૂપિયા સુધીની છે.
આટલા મોટા પરાઠાને અત્યાર સુધીમાં માત્ર બે લોકો જ ખાઈ શક્યા છે. જેમાં એક રોહતકના અશ્વિનીએ 40 મિનીટમાં 3 પરાઠા અને મધ્ય પ્રદેશના રહેવાસી મહારાજાએ 50 મિનીટમાં 4 પરાઠા ખાધા હતા. આ રીતે તપસ્યા પરાઠા જંક્શનમાં અશ્વિની અને મહારાજા માટે આજીવન ભોજન હવે ફ્રી.