આ પાડો રોજનાં 10 કિલો સફરજન 8 લિટર દૂધ અને રોજીંદો ખારાક લે છે

News18 Gujarati
Updated: May 25, 2018, 12:55 PM IST
આ પાડો રોજનાં 10 કિલો સફરજન 8 લિટર દૂધ અને રોજીંદો ખારાક લે છે
લાખો બાળકનો બાપ સુલ્તાન વર્ષે સવા કરોડ રૂપિયા કમાય છે

લાખો બાળકનો બાપ સુલ્તાન વર્ષે સવા કરોડ રૂપિયા કમાય છે

  • Share this:
બુદ્ધા ખેડા:  દૂનિયાભરમાં હરિયાણાનાં ખેલાડીઓની તૂતી બોલે છે ખાસ કરીને પહેલવાનીમાં હરિયાણાએ આખી દુનિયામાં તેમનાં ઝંડા લહેરાવ્યા છે. બસ એ જ હરિયાણાની શાન બની ગયો છે એક એવો પાડો.  આ પાડાનું નામ છે સુલ્તાન.

તેની પર્સનાલિટી એવી ગજબ છે અને તેનાં કારનામાં તેનાંથી પણ વધુ ગજબ છે. સુલ્તાનની કહાનીઓ સાંભળનારા પણ દંગ રહી જાય છે. સુલ્તાન ફક્ત નામનો સુલ્તાન નથી. પણ તેનો જલવો પણ સુલ્તાન જેવો જ છે. તેનાં કારનામાને કારણે તે હરિયાણાની શાન બની ગયો છે.

આશરે 6 ફૂટનો ગજબ કદાવર સુલતાનને જોઇને જ દંગ રહી જવાય. કેથલ અને બુદ્ધા ખેડાનાં રહેનારા નરેશ કુમારે આજથી 6 વર્ષ પેહલાં સુલ્તાનને પાળી પોશીને મોટો કર્યો ત્યારે તેમને નહોતી ખબર કે એક દિવસ સુલ્તાન તેમની શાન વધારશે.હાલનાં સમયમાં 8 વર્ષ થઇ ગયા છે અને સુલ્તાન દેશની ટોપ બ્રીડ્સમાં શામેલ છે. સુલ્તાન ઓલ ઇન્ડિયા લેવલનાં તમામ કોમ્પીટિશનમાં ભાગ લઇને ઘણાં એવોર્ડ્સ તેનાં નામે કરી ચુક્યો છે. આ રીતે સુલ્તાન મેળામાં ફરવાથી લઇને રેમ્પ વોક સુધી દરેક જગ્યાએ તેનો જલવો બતાવી ચુક્યો છે. સુલ્તાનનાં દરરોજનાં ખોરાકની વાત  કરીએ તો તે 10 કિલો તાજા સફરજન, 10 કિલો દાણા, 8 લિટર દૂધ અને સાથે જ લીલુ ઘાસ ખાય છે.

લાખો બાળકનો બાપ સુલ્તાન વર્ષે સવા કરોડ રૂપિયા કમાય છેસૌથી ઉમ્દા નસ્લથી તાલ્લુક રાખનારા સુલ્તાનાની ગણતરી દેશ શું દુનિયાનાં ટોપ બ્રીડર્સમાં થાય છે. તેનો રુતબો છે કે તે અત્યાર સુધીમાં લાખો બાળકોનો બાપ બની ચુક્યો છે. સુલ્તાન ફક્ત બ્રીડિંગનાં દમ પર જ વર્ષે આશરે સવા કરોડ રૂપિયાની કમાણી કરી દે છે.સુલ્તાન તેની ફિટનેસ માટે દરરોજ 5 કિલોમીટરની દોડ લગાવે છે અને તેનાં શરિરને હુષ્ટ પુષ્ટ રાખવા માટે દિવસમાં બે વખત સરસોનાં તેલથી માલિશ કરવામાં આવે છે.  સુલતાનની સેવામાં લાગેલા લોકો સુલ્તાનને એક દિવસમાં ત્રણ વખત નવડાવે છે. સુલ્તાનને જે જુવે છે તે તેનો દિવાનો થઇ જાય છે. ખુદ નરેશ કુમારને સુલ્તાનથી ખુબ પ્રેમ છે.

ખુબીયોની ખાણ છે સુલ્તાન
સુલ્તાનને ખરીદવા માટે તેની કિંમત એટલી લાગી ગઇ છે કે કોઇ વિશ્વાસ ન કરી શકે. પણ નરેશજીને તેનાંથી એટલો પ્રેમ છે કે તેઓ તમામ ઓફર ઠુકરાવી ચુક્યા છે. 
First published: May 25, 2018
વધુ વાંચો
अगली ख़बर