લાખો વાછરડાનો બાપ છે આ સુલતાન, વર્ષે કમાય છે 1.25 કરોડ

News18 Gujarati
Updated: May 25, 2018, 9:09 PM IST
લાખો વાછરડાનો બાપ છે આ સુલતાન, વર્ષે કમાય છે 1.25 કરોડ

  • Share this:
દુનિયાભરમાં હરિયાણાના ખેલાડીઓની બોલબાલા છે. કાસકરીને પહેલવાનીમાં હરિયાણાએ પુરી દુનિયામાં પોતાની નામના મેળવી છે. હવે એજ હરિયાણાની શાન બની ગયો છે એક પાડો. જીહાં, હરિયાણાની આન, બાન અને શાન બની ચુકેલ આ કદાવર-શાનદાર પાડાનું નામ છે સુલતાન

તેની ગજબની પર્સનાલિટી અને કારનામા સાંભળી ભલભલા વિચારમાં પડી જાય ચે. સુલતાન માત્ર નામનો જ સુલતાન નથી, પરંતુ તેની રહેણી-કરણી પણ સુલતાનો જેવી જ છે.

લગભગ 6 ફૂટના તંદુરસ્ત કદાવર સુલતાનને કૈથલના બુદ્ધા ખેડાના રહેવાસી નરેશ કુમારે 6 વર્ષ પહેલા પાલન-પોષણ શરૂ કર્યું હતું, ત્યારે ખબર ન હતી કે આ સુલતાન એક દિવસ હરિયાણાની શાન વધારશે.

હાલમાં સુલતાન 8 વર્ષનો થઈ ગયો છે. તે બારતના ટોપ બ્રિડ્સમાં શામેલ છે. સુલતાન ઓલ ઈન્ડિયામાં તમામ પ્રકારની કોન્ટેસ્ટમાં ભાગ લઈ કેટલાએ એવોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે. સુલતાનના રોજના ખોરાકમાં શામેલ છે, રોજ 10 કિલો તાજા સફરજન, 10 કિલો દાણ, 8 લીટર દૂધ અને સાથે લીલુ ઘાસ.

સુલતાન પોતાની ફિટનેસ માટે રોજ 5 કિમીની દોડ પણ લગાવે છે, તેના શરૂરને મજબુત બનાવવા માટે રોજ 2 વખત તેને સરસોના તેલની માલિસ પણ કરવામાં આવે છે. સુલતાનની સેવામાં લાગેલા લોકો સુલતાન રોજ ત્રણ વખત નવડાવે છે.

સુલતાનની કિંમત પણ એટલી લાગી ચુકી છે, જેને જાણીની લોકો ચોંકી ઉઠે છે. કહેવાય છે કે તેની છેલ્લે કિંમત 21 કરોડ નક્કી થઈ હતી. આ સુલતાન વર્ષે લગભગ 1.25 કરોડ સુધીની કમાણી કરે છે. પરંતુ નરેશને સુલતાન પર ખુબ જ પ્રેમ છે. તેમણે સુલતાન માટે મળેલ તમામ ઓફર ફગાવી દીધી છે. તે સુલતાનને ક્યારે પણ વેચવા નથી માંગતા.સૌથી શ્રેષ્ઠ નસલ સાથે સંભંધ ધરાવનાર સુલતાનની ગણતરી ભારતના ટોપ બ્રિડ્સમાં શામેલ છે, કહેવાય ચે કે તે અત્યાર સુધીમાં લાખો વાછરડાનો બાપ બની ગયો છે. સુલતાન માત્ર બ્રિડિંગના દમ પર વર્ષે લગભગ સવા કરોડની કમાણી કરે છે.
First published: May 25, 2018
વધુ વાંચો
अगली ख़बर