Home /News /eye-catcher /

એક એવો પથ્થર જેને ઉઠાવવો તો દૂર, હટાવવો પણ મુશ્કેલ છે

એક એવો પથ્થર જેને ઉઠાવવો તો દૂર, હટાવવો પણ મુશ્કેલ છે

    પિથોરગઢની મોસ્ટા માનવ મંદિર નજીક તે પથ્થર વિશે કહેવામાં આવે છે કે જે કોઇ તેને કમરથી ઉપર સુધી ઊઠાવી લે, તેનું ભાગ્ય ચમકી જાય છે. લોકોને આ દાવામાં કોઈ રસ નથી, કારણકે તેની તપાસ પણ કરી શકાતી નથી. જેનો અર્થ એ છે કે આ પથ્થરને હલાવી પણ શકતા નથી. તેને મહાદેવનું નામ લઈને આંગળીઓથી સહેલાઈથી ઉઠાવી શકાય છે.

    જો હકીકતમા તે પથ્થર ભારે છે તો કેવી રીતે લોકો તેની આંગળીથી ઉઠાવી શકે છે. જો ખરેખર આવો ચમત્કાર થઈ રહ્યો છે તો કેવી રીતે ટીમ તે પણ જોવા માંગે છે કે ખરેખર કોઈ ચમત્કાર અથવા લોકોએ વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતને ચમત્કારનું નામ આપી દીધુ છે. જે પથ્થરને ઉઠાવવામાં પરસેવો છૂટી જાય છે. આખરે કેવી રીતે મહાદેવનું નામ લઇને આંગળીઓથી ઉઠાવી શકાય છે.

    આ મામલાને ઉકેલવા માટે ટીમ પિથોરગઢના મોસ્ટા માનવ મંદિરમાં દાખલ થઈ હતી. આ મંદિર ભગવાન શિવનું અન્ય મંદિરો જેવું જ છે, પરંતુ તે અદ્ભુત છે . જ્યા એક પથ્થરને એક ખુણામાં રાખવામાં આવે છે.

    લોકો જે શીલા વિશે ચમત્કારની કથાઓ સંભળાવી રહ્યા છે, ખરેખર તે એક શિવલીંગ આકારનો હતો. આ શિલા વિશે જે કહેવામા આવે છે, તેના પર ટીમને વિશ્વાસ નથી, કારણ કે પથ્થર વિશે કરવામાં આવેલા દાવામાં વિજ્ઞાન પણ ખરુ નથી ઉતર્યુ.

    આ પથ્થરની રચના વિચિત્ર છે. તેની લંબાઈ 2 ફુટ છે અને ગોળાઇ લગભગ 1 ફુટ છે. આમાં પકડ બનાવવા માટે કોઈ જગ્યા નથી. લોકોનું કહેવુ છે કે જે કોઇ આ પથ્થરને દૂર કરી દેશે તેની કિશ્મત બદલી જશે.

    લોકો કહે છે કે આ પથ્થર નેપાળથી લાવવામાં આવ્યો છે. તે સમયે એક નેપાળીએ આ પથ્થર મુક્યો હતો. નેપાળથી લઇને આવ્યા બાદ જે જગ્યા પર આ પથ્થર રાખ્યો છે ત્યારથી અત્યાર સુધી તેનો કોઇ હટાવી શક્યુ નથી.

    ટીમે મંદિર સંચાલન પાસેથી આ પથ્થરને તોડવાની પરવાનગી માંગી હતી, પરંતુ પથ્થરને આસ્થાનું પ્રતીક તરીકે દર્શાવતા ટીમને મનાઇ કરવામાં આવી હતી. આ પથ્થર 80 કિલોથી લગભગ 1 ક્વિંટલની આસપાસ હોવો જોઈએ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Ajab Gajab, Shiv Temple, Stone

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन