Home /News /eye-catcher /

આ મઝાર પર ભક્તો ચઢાવે છે માત્ર ઘડિયાલ

આ મઝાર પર ભક્તો ચઢાવે છે માત્ર ઘડિયાલ

અહીં ઘડીયાલ ચઢાવવાથી નવગજા પીર તેની દરેક કામના પૂર્ણ કરે છે.

અહીં ઘડીયાલ ચઢાવવાથી નવગજા પીર તેની દરેક કામના પૂર્ણ કરે છે.

હરિયાણા: આમ તો ભારતમાં ઘણાં જ મંદિર  અને મજાર જોવા મળશે. જે કોઈને કોઈ ખાસ કારણથી પ્રસિદ્ધ છે. પરંતુ પંજાબ હરિયાણા બોર્ડર પર આવેલું છે નવગજા પીરની મઝાર, કે જ્યા અનોખી વસ્તુ ચઢાવવામાં આવે છે. અહીં ફુલ કે ચાદર નથી ચઢતી. પરંતુ અહીં ચઢાવવામાં આવે છે ઘડિયાલ.

ભક્તોનું માનવું છે કે અહીં ઘડીયાલ ચઢાવવાથી નવગજા પીર તેની દરેક કામના પૂર્ણ કરે છે. પંજાબ-હરિયાણા બોર્ડરથી 7 કિલોમીટર દુર હાઈવે નંબર 1 પર આવેલી છે નવગજા પીરની આ મઝાર.

આ મજાર  વિશે એવું કહેવામાં આવે છે કે આ એક એવા પીરની મઝાર છે. જેની લંબાઈ 9 ગજ હતી. જેથી આ મઝારની લંબાઈ 9 ગજ છે.

નવગજા પીર 2 કારણોથી પ્રસિદ્ધ છે. પહેલા તો એ કે આ જગ્યા હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે. કારણ કે અહી એક જ જગ્યાએ મુસ્લિમ સંતની મજાર અને ભગવાન શિવનું મંદિર આવેલું છે. જ્યારે બીજુ કારણ એ છે કે આ મઝાર પર શ્રદ્ધાળુઓ માત્ર ઘડિયાલ ચઢાવે છે. તમે અહીં જોશો તો ઘડિયાલને એક લાઈનમાં સુશોભિત કરવામાં આવી છે.

જો કે આ મજાર પર ક્યારથી અને કેવી રીતે ઘડિયાલ ચઢાવવાની પરંપરા છે તેના વિશે કોઈ જાણકારી નથી. પરંતુ જાણકારોનું કહેવું છે કે હાઈવે પર વાહનચાલકોને પોતાના લક્ષ્ય સુધી સમયસર પહોંચવા માટે ચિંતા હોય છે. જેથી અહીં ઘડિયાલ ચઢાવવામાં આવે છે. જેથી નવગજા બાબા તેમની યાત્રા સમયસર અને સુરક્ષ સાથે  સંપન્ન કરાવે છે.
First published:

Tags: Viral

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन