Home /News /eye-catcher /

કુલધરા: આ ગામની સરહદમાં પક્ષી પણ નથી જતા, કેમ લોકો ડરે છે

કુલધરા: આ ગામની સરહદમાં પક્ષી પણ નથી જતા, કેમ લોકો ડરે છે

કેમ અહીંના વિરાન ઘરોમાં રહસ્યમય અવાજો સંભળાય છે? કેમ કોઈ પ્રજાને અજવાળામાં પણ અહીં જવાની મનાઈ છે?...

કેમ અહીંના વિરાન ઘરોમાં રહસ્યમય અવાજો સંભળાય છે? કેમ કોઈ પ્રજાને અજવાળામાં પણ અહીં જવાની મનાઈ છે?...

  આ કહાની 200 વર્ષ જુના વણઉકેલાયા રહસ્યની છે. આ કહાની દેશના સૌથી ડરાવના ગામની છે. આ કહાની કુલધરાની છે. એક શ્રાપે આ હંસતા-ખેલતા ગામને વિરાન વગડો બનાવી દીધુ. કેોમ આ ગામમાં અજબ-ગજબ ઘટનાઓ બને છે? કેમ અહીંના વિરાન ઘરોમાં રહસ્યમય અવાજો સંભળાય છે? કેમ કોઈ પ્રજાને અજવાળામાં પણ અહીં જવાની મનાઈ છે? કેમ દેશને આ વિરાસત પર ભૂતિયા જગ્યા હોવાનો સિક્કો વાગી ગયો છે.?

  ન્યૂજ 18 આ બધા પ્રશ્નોનો જવાબ આપવાની કોશિસ કરશે. આના જવાબ મેળવવા માટે પેરાનોર્મલ સોસાયટી ઓફ ઈન્ડિયાની ટીમે અમારી મદદ કરી. વિજ્ઞાનના આધુનિક ઉપકરણોએ શોધવાની કોશિસ કરી અહીંના રહસ્યોની, જેણે સદીઓથી આ ગામને ફરી વસવા નથી દીધુ. કુલધારા રાજસ્થાનનું એક રહસ્યમય ગામ છે, જે લગભગ 200 વર્ષ પહેલા એક જ રાતમાં ઉજ્જડ વગડો બની ગયું. અને આજ દીન સુધી હવે કોઈ ત્યાં રહેવા તૈયાર નથી.

  આમ તો કુલધરા સાથે જોડાયેલ એક ઐતિહાસિક કહાની છે, પરંતુ સદીઓની આ ઉજ્જડતાએ આ કહાનીને એવી અળે પાટે ચઢાવી દીધી કે, અહીં આવતા લોકો એવો દાવો કરે છે કે, આ ગામમાં કેઈંક અજાણી શક્તિઓ છે. કદાચ આ કારણોસર જ કુલધરા હવે ભૂતિયા ગામ તરીકે પ્રખ્યાત થઈ ગયું.

  આ દેશની સૌથી ડરાવની જગ્યાઓમાં તેને એક માનવામાં આવે છે. આ કહાની કુલધરાની કહાનીઓની તપાસ કરવાની છે, જે 200 વર્ષના આ કલંકને મીટાવી શકે. આ કોશિસ છે વિશ્વાસ અને અંધવિશ્વાસ વચ્ચેની.

  એક સમય હતો, જ્યારે કુલધરાની આસપાસ 84 ગામ પાલીવાલા બ્રાહ્મણોની વસ્તી ધરાવતા હતા. કિસ્સા-કહાનીમાં કહેવાય છે કે, આ હંસતા-ખેલતા ગામને જે વ્યક્તિની નજર લાગી તે હતો દિવાન સાલમસિંહ. આજુબાજુના વૃદ્ધ લોકો જણાવે છે કે, ગામના એક પૂજારીની દીકરી પર સાલેમ સિંહની ખરાબ નજર પડી અને તે પૂજારીની સુંદર દીકરી પર ફિદા થઈ ગયો.

  ત્યારબાદ સાલેમસિંહે તે છોકરી સાથે લગ્ન કરવા માટે આ ગામને થોડા દિવસનો સમય આપી ધમકી આપી. ગામના લોકોએ આ મામલે બેઠક કરી. આ બેઠકમાં પાલીવાલ બ્રાહ્મણોની બેઠકમાં નક્કી થયું કે, 5000થી વધારે પરિવાર પોતાના સન્માનને બચાવવા માટે સાલેમસિંહની રિયાસતને છોડી દેશે. ચૌપાલની અગામી સાંજે કુલધરા એકદમ વિરાન થયું, કે આજે પક્ષીઓ પણ એ ગામની સરહદમાં દાખલ નથી થતા.

  કહેવાય છે કે, આ ગામ છોડતા સમયે તે બ્રાહ્મણોએ આ જગ્યાને શ્રાપ આપ્યો હતો. ત્યારથી આજ દીન સુધી આ વીરાન ગામ રાક્ષસી તાકાતોના કબ્જામાં છે, જે અહીં આવતા લોકોને હંમેશા પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: About, Know, Viral, ગામડા, રાજસ્થાન

  આગામી સમાચાર