આ જાપાની મૉડલે પહેલા 300 વંદા-તીડને દત્તક લીધા, અને પછી ફ્રાઇ કરી ખાઇ ગઇ

આ જાપાની મૉડલે પહેલા 300 વંદા-તીડને દત્તક લીધા, અને પછી ફ્રાઇ કરી ખાઇ ગઇ
અરાકાવા મેઇ

તેની પાસે 50 અલગ અલગ રીતના કીડા ખાવાનો રેકોર્ડ પણ છે.

 • Share this:
  જાપાની ફોટો એક્ટ્રેસ અરાકાવા મેઇ (Japanese photo actress Arakawa Mae) હાલ સોશિયલ મીડિયામાં (Social Media)માં ચર્ચાનું કેન્દ્ર બની છે. કેમ કે બેન કામ જ એવા કર્યા છે. અરાકાવા કીડી-વંદા, તીડ જેવા જંતુઓને પોતાના ઘરે પાળે છે. જેમ લોકો ઘરમાં કૂતરા કે બિલાડી પાળે તેમ જ. હાલમાં જ અરાકાવાએ આવા જ 300 વંદા અને તીડને એડોપ્ટ એટલે કે દત્તક લીધા. જો કે તે પછી તેણે જે કર્યું તેના લીધે તે વિવાદમાં ફસાઇ છે. તેણે આ દત્તક લીધેલા વંદા અને તીડને ફ્રાય કરી સ્નેક્સની જેમ ખાઇ લીધા.

  અરાકાવા યૂટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વંદા અને તીડ સાથે અનેક વીડિયો બનાવીને શેર કરે છે. અરાકાવાનો દાવો છે કે તેને આ જીવજંતુઓથી ખાસ પ્રેમ છે. અને આ કારણે જ તે તેમને ઘરમાં પાલતુ પ્રાણીની જેમ રાખે છે. પણ હવે સામે આવ્યું છે કે અરાકાવા તેને સ્નેક્સની જેમ ખાઇ પણ રહી છે. જાપાની મીડિયામાં છપાયેલી ખબર મુજબ 26 વર્ષીય અરાકાવા એક નર્સ છે. જો કે તે એક પ્રિન્ટ મૉડલ અને ફોટો એક્ટ્રેસ તરીકે પણ કામ કરી રહી છે. તેણે પોતાના વીડિયોમાં દાવો કર્યો છે કે તે આવા જીવજંતુઓના પ્રેમમાં પાગલ છે. અને તેમની સાથે રહીને સુરક્ષિત અનુભવે છે.
  જો કે અરાકાવાએ પોતાના આ જીવજંતુઓ સાથે એક સોશિયલ મીડિયા લાઇવ કરી રહી હતી. ત્યારે એક વ્યક્તિ તેને પુછ્યું કે તે કેમ જીવજંતુઓને આટલો પ્રેમ કરે છે? તને તેમાં શું ગમે છે? તો જવાબમાં અરાકાવાએ કહ્યું કે તે ખાલી તેના પાલતુ નથી તેનો ઉપયોગ તે સ્નેક્સ તરીકે ખાવામાં પણ કરે છે. અરાકાવા રિયાલિટી શો ઓસ્ટ્રેલિયાનો પણ ભાગ રહી ચૂકી છે. અને તેની પાસે 50 અલગ અલગ રીતના કીડા ખાવાનો રેકોર્ડ પણ છે. અરકાવા વીંછીને પણ પ્રેમથી ખાઇ લે છે. અને તેને રેશનના કીડાથી બનેલી સ્પેશ્યલ ચા પણ ખૂબ જ પસંદ છે.
  First published:May 29, 2020, 12:08 pm

  टॉप स्टोरीज