Home /News /eye-catcher /

Viral: પ્રિયજનો મૃત્યુ પામે તો સ્ત્રીઓ કાપી નાખે છે પોતાની આંગળીઓ! અનોખી જનજાતિની ખૂબ વિચિત્ર માન્યતા

Viral: પ્રિયજનો મૃત્યુ પામે તો સ્ત્રીઓ કાપી નાખે છે પોતાની આંગળીઓ! અનોખી જનજાતિની ખૂબ વિચિત્ર માન્યતા

દુનિયાભરના અલગ-અલગ સમાજમાં મહિલાઓને રીત-રિવાજો (Weird traditions)ના નામે અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઇન્ડોનેશિયા (Indonesia)માં એક એવી જનજાતિ છે જેની મહિલાઓ પોતાની આંગળી (Women cut off fingers)ઓ કાપી નાખે છે.

દુનિયાભરના અલગ-અલગ સમાજમાં મહિલાઓને રીત-રિવાજો (Weird traditions)ના નામે અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઇન્ડોનેશિયા (Indonesia)માં એક એવી જનજાતિ છે જેની મહિલાઓ પોતાની આંગળી (Women cut off fingers)ઓ કાપી નાખે છે.

વધુ જુઓ ...
    વિશ્વના અનેક દેશોમાં આજે પણ સદીઓ જૂની માન્યતા (Weird traditions around the world)ઓ પ્રવર્તે છે. આ માન્યતાઓને આ દેશોની ખાસ જનજાતિના લોકો માને છે. આ માન્યતાઓ અને રીતરિવાજો શહેરી લોકોને વિચિત્ર લાગશે, પરંતુ આ માન્યતાઓ આ આદિવાસી (Tribal traditions) પરંપરાઓ માટે ખૂબ જ ખાસ છે. આવી જ એક માન્યતા ઇન્ડોનેશિયાની એક જનજાતિમાં પ્રચલિત છે, જેને જાણીને તમારું રૂંવાટા ઊભા થઈ જશે. આ જનજાતિની મહિલાઓ તેમના પ્રિયજનોના મૃત્યુ પછી તેમની આંગળીઓ (Indonesian tribal women amputate fingers) કાપી નાખે છે.

    હા, તમે બરાબર વાંચ્યું છે. ઇન્ડોનેશિયા (Indonesia)માં એક એવી જનજાતિ છે જેની મહિલાઓ પોતાની આંગળી (Women cut off fingers)ઓ કાપી નાખે છે. દુનિયાભરના અલગ-અલગ સમાજમાં મહિલાઓને રીત-રિવાજોના નામે અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ આ તેમની માટે ખૂબ જ અલગ અને વિચિત્ર છે. ઈન્ડોનેશિયાની દાની જનજાતિ (Dani Tribe women cut off fingers after death) પરિજનોના મોત બાદ મહિલાઓની આંગળીઓ કાપવાનો રિવાજ છે. આ માન્યતાને ઇકીપલિન (Ikipalin) કહેવામાં આવે છે.

    સરકારે રોક લગાવ્યા બાદ પણ કથિત રીતે કર્યા માન્યતા ચાલુ
    હિસ્ટરી ચેનલના એક અહેવાલ મુજબ ઇન્ડોનેશિયાના જયાવિજયા પ્રાંતના વામિન શહેરમાં દાની જાતિના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ આદિવાસી જનજાતિમાં ઇકીપલિનની પ્રથા પર ઇન્ડોનેશિયાની સરકારે ઘણાં વર્ષો પહેલાં પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ વૃદ્ધ મહિલાઓની આંગળીઓ જોઇને કહી શકાય કે તેઓ તેનું પાલન કરે છે અને હજુ પણ એવું માનવામાં આવે છે કે આ માન્યતા આ વિસ્તારમાં ચાલુ જ છે.

    આ પણ વાંચો: Viral: અહીં ઘોડોઓને સળગતી અગ્નિમાં કૂદાવી દે છે માલિક! જાણો અત્યંત ખતરનાક માન્યતાનું વિચિત્ર કારણ

    આ માન્યતા પાછળ શું છે કારણ
    કબીલાના લોકોનું માનવું છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારની મહિલા તેની આત્માને શાંતિ આપવા માટે આંગળીઓ કાપી નાખે છે. સાથે જ આંગળી કાપવાથી એ પણ ખબર પડે છે કે મરનાર વ્યક્તિની વિદાયની પીડા આંગળીના દુખાવાની સામે કશું જ નથી અને તે આખી જિંદગી તેમની સાથે રહેશે. સામાન્ય રીતે આંગળીના ઉપરના ભાગને કાપવા માટે પથ્થરથી બનેલી બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: Viral: અનોખું ગામ જ્યાં યુવાનોના અણીદાર દાંતોની થાય છે ઘસાઈ! વિચિત્ર માન્યતા આશ્ચર્યજનક કારણ

    કેટલાક કિસ્સામાં બ્લેડ વગર જ આંગળી કપાઈ જાય છે. લોકો આંગળી ચાવીને પછી તેને વચ્ચેથી દોરડા વડે જોરથી બાંધે છે, જેનાથી લોહીનો પ્રવાહ અટકી જાય છે. દોરડું બાંધ્યા બાદ જ્યારે લોહી અને ઓક્સિજનની કમી આવે છે ત્યારે આંગળી જાતે જ કપાઈ જાય છે અને પડી જાય છે. કપાયેલી આંગળીને કાં તો દફનાવવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Indonesia, Tradition, Viral news, Weird news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन