Home /News /eye-catcher /

Viral: વિદેશમાં દુલ્હન શોધી રહ્યો છે ભારતીય વરરાજા, રેલવે સ્ટેશન પર લટકાવી દીઘા 2 લાખના પોસ્ટર

Viral: વિદેશમાં દુલ્હન શોધી રહ્યો છે ભારતીય વરરાજા, રેલવે સ્ટેશન પર લટકાવી દીઘા 2 લાખના પોસ્ટર

માર્કેટિંગ આઈડિયા વાયરલ

લંડન (London)માં રહેતો જીવન ભાચુ નામ(Jeevan Bhachu)નો 31 વર્ષીય ભારતીય આ દિવસોમાં સોશિયલ (Social Media) પર ચર્ચામાં છે. જીવનએ રેલ્વે સ્ટેશન પર પોસ્ટર (Wife Finding Poster) લગાવીને જીવનસાથીની શોધ શરૂ કરી છે.

    આજનો સમય ડિજિટલ (Digital Era) બની ગયો છે. આવી સ્થિતિમાં પહેલાની જેમ લોકોએ અખબારોમાં જીવનસાથી (life partner search)ની શોધ ઘણી ઓછી કરવી પડે છે. જો કે હજુ પણ આ વલણો સમાપ્ત થયા નથી લોકો હજી પણ અખબારોમાં પોતાને માટે યોગ્ય વર કે કન્યા શોધે છે. પરંતુ આ બધા સિવાય હવે એક બીજી રીત પણ ઘણી ફેમસ થઈ ગઈ છે. તે ડિજિટલ પ્લેટફોર્મ પર છે. ઘણી મેટ્રિમોનિયલ સાઇટ્સ (Matrimonial Site) દ્વારા લોકોએ પોતાના માટે પરફેક્ટ લાઇફ પાર્ટનર શોધવાનું શરૂ કર્યું છે.

    પણ કદાચ હવે દુનિયા આ બધાથી આગળ વધી ગઈ છે. આ દિવસોમાં એક વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ભારતીયે વિદેશમાં પોતાના માટે સ્વદેશી દુલ્હન શોધવાનો એક સરસ રસ્તો શોધી કાઢ્યો છે.

    31 વર્ષની જીવનની વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લંડનમાં રહેતા જીવને પોતાની ભાવિ પત્નીની શોધમાં એક વેબસાઈટ બનાવી. આ પછી તે વેબસાઇટના પ્રમોશન માટે, તેણે બે લાખ ખર્ચ્યા અને રેલવે સ્ટેશન પર એક મોટું બિલબોર્ડ લગાવ્યું. આ બિલબોર્ડની તસવીરો લોકોનું ધ્યાન ખેંચી રહી છે. જીવને આમાં એક આકર્ષક ટેગ લાઇન પણ મૂકી છે – બેસ્ટ ઇન્ડિયન યુ વિલ ટેકઅવે એટલે કે શ્રેષ્ઠ ભારતીય પાર્ટનર તમને અહીં મળશે.

    આ પણ વાંચો: Viral: ખાવાનું ખાતી વખતે રડવા લાગે છે માણસ! વિચિત્ર બિમારી વિષે જાીને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા

    પીંક સૂટમાં બનાવ્યું પોસ્ટર
    પોતાના આ વાયરલ આઈડિયા વિશે શેર કરતા જીવને કહ્યું કે તે એવા પાર્ટનરની શોધમાં છે જેની સાથે તેનો વાઈબ મેચ થાય. અત્યાર સુધીમાં જીવન આ બિલબોર્ડ પર લગભગ બે લાખ રૂપિયા ખર્ચી ચૂક્યો છે. જીવને ઓક્સફર્ડ સર્કસ સ્ટેશન પર તેની પત્નીનું સર્ચ બોર્ડ બે લાઈનમાં લગાવ્યું છે. આ બોર્ડમાં લગભગ વીસ ફૂટનું એક જીવનનો ફોટો છે. આમાં તેણે ગુલાબી રંગનો સૂટ પહેર્યો છે. આ સાથે તે પોતાના નારા તરફ ઈશારો કરતા જોવા મળે છે.

    માર્કેટિંગ આઈડિયા વાયરલ થયો


    આ પણ વાંચો:Viral: મરઘીના લાંબા પીંછા જોઈને લોકો સમજે છે મોર, માત્ર એક જ જગ્યાએ જોવા મળે છે ‘Special Chicken’ 

    2 અઠવાડિયા માટે આપ્યા 2 લાખ
    આ ડેટિંગ એડને સ્ટેશન પર બે અઠવાડિયા થયા છે. બે અઠવાડિયાથી જીવને આ માટે બે લાખ રૂપિયા ખર્ચ્યા છે. જીવનના મતે, તે થોડું મોંઘું હતું, પરંતુ તે માર્કેટિંગ ક્ષેત્રની હોવાથ તે આનાથી વધુ સારો રસ્તો શોધી શક્યો નહીં. આ સાથે તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમને લગભગ 50 પ્રતિસાદ મળ્યા છે. લગ્ન કરવા ઇચ્છુક મહિલાઓએ પહેલા findjeevanawife.com પર નોંધણી કરાવવી પડશે. અહીં પહેલા તમારે તમારું ચિત્ર અપલોડ કરવું પડશે અને તમારા શોખ અને રસ વિશે જણાવવું પડશે. આમ તો લોકો આ આઈડિયાની મજાક ઉડાવી રહ્યા છે, પરંતુ આ અનોખા આઈડિયાના કારણે જીવન વાયરલ થઈ ગયો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Advertisement, Life Partner, Shocking news, Viral news, અજબગજબ

    આગામી સમાચાર