Home /News /eye-catcher /

700 વર્ષ જૂના વૃક્ષની તબિયત લથડી, ‘બોટલ્સ’ ચડાવી થઇ રહી છે સારવાર

700 વર્ષ જૂના વૃક્ષની તબિયત લથડી, ‘બોટલ્સ’ ચડાવી થઇ રહી છે સારવાર

શું તમે પહેલા ક્યારે એવું સાંભળ્યું છે કે એવું જોયું છે કે, વૃક્ષોને માણસની જેમ બોટલ્સ ચડાવવામાં આવી હોય. આ સાંભળીને હેરાન ન થતાં કારણ કે આ 100 % સાચી છે.

શું તમે પહેલા ક્યારે એવું સાંભળ્યું છે કે એવું જોયું છે કે, વૃક્ષોને માણસની જેમ બોટલ્સ ચડાવવામાં આવી હોય. આ સાંભળીને હેરાન ન થતાં કારણ કે આ 100 % સાચી છે.

    શું તમે પહેલા ક્યારે એવું સાંભળ્યું છે કે એવું જોયું છે કે, વૃક્ષોને માણસની જેમ બોટલ્સ ચડાવવામાં આવી હોય. આ સાંભળીને હેરાન ન થતાં કારણ કે આ 100 % સાચી છે. તેલંગણાના મહેબૂબનગર જિલ્લામાં એક એતિહાસિક વૃક્ષને બચાવવા માટે તંત્ર ખુબ જ પ્રયત્ન કરી રહ્યું છે. વૃક્ષને બચાવવા માટે દવાની અનેક સલાઇન ડ્રિપ લગાવવામાં આવી છે. જાણકારી પ્રમાણે વડનું વૃક્ષ દુનિયાનું સૌથી જૂની વૃક્ષ છે. આ વડનું વૃક્ષ 700 વર્ષ જૂનું છે. આ આશરે ત્રણ એકર જમીનમાં ફેલાયેલું છે.

    મળતી માહિતી પ્રમાણે વડનું આ વૃક્ષ ઉધઇના કારણે અંદરથી પોલું થઇ રહ્યું છે. જેને બચાવવા માટે વન વિભાગ ખુબ જ મહેનત કરે છે. એજ કારણ છે કે સલાઇન ડ્રિપથી વડની સારવાર કરવામાં આવી રહી છે. આ માટે વડની ડાળમાં દર 2 મિટરે સલાઇન આપવામાં આવી રહી છે. સલાઇન ડ્રિપમાં ડાલ્યુટેડ કેમિકલ નાખવામાં આવ્યું છે. વડના આ વૃક્ષને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.



    ઉલ્લેખનીય છે કે વૃક્ષની બગડતી તબિયતને જોતા ડિસેમ્બર 2017માં અહીં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ દલગાવી વૃક્ષની સારવારની કામગીરી શરૂ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ માણસોની જેમ વૃક્ષને પણ દવા મિક્સ કરીને ચડાવવાનો નિર્ણય ર્યો હતો. જેના કારણે ઉધઇનો નાસ થઇ શકે. સારા સમાચાર એ છે કે દવાની અસર પણ વૃક્ષ ઉપર જોવા મળી રહી છે.

    વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વૃક્ષને ઉઘઇથી બચાવવા માટે વૃક્ષના ડાળમાં દર બે મિટરના અંતરે એક ડ્રિપ લગાવવામાં આવી છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે, લીલા વૃક્ષની અંદર રહેલા જંતુનોન નાશ કરી શકાય. તાજેતરમાં જે તસવીરો સામે આવી છે એે જોઇને એવું લાગી રહ્યું છે કે હોસ્પિટલમાં કોઇ માણસની સારવાર ચાલી રહી છે.
    Published by:Ankit Patel
    First published:

    આગામી સમાચાર