આવતા જનમમાં મને આ પત્ની ના આપતા ભગવાન...

News18 Gujarati
Updated: July 3, 2018, 4:41 PM IST
આવતા જનમમાં મને આ પત્ની ના આપતા ભગવાન...

  • Share this:
લગ્ન એ માનવજીવનમાં મોટામાં મોટો પ્રસંગ છે. લગ્ન એટલે બે વ્યક્તિનું જ નહીં, બે પરિવારોનું જોડાણ. ‘હું’ માંથી ‘અમે’ અને ‘અમે’ માંથી ‘આપણે’ થવાનો આ એક સંસ્કાર છે. પરંતુ આ ગ્રંથીમાં જોડાયા બાદ પતિને સારી પત્ની કે પત્નીને સારો પતિ ન મળે અને તેની સાથે પુરી જિંદગી વિતાવવાનો સમય આવે ત્યારે ભલભલી વ્યક્તિ ભગવાનના શરણે જઈ તેનાથી છુટકારો મેળવવાની મનોકામના શરૂ કરી દે છે. આવો જ એક પ્રસંદ કર્ણાટકથી સામે આવી રહ્યો છે.

કર્ણાટકના બેલાગાવી ગામમાં પત્નીથી પરેશાન થઈ એક વ્યક્તિ ભગવાનની શરણમાં પહોંચ્યો છે અને પ્રાથના કરી રહ્યો છે કે, આવતા જનમમાં તે આવી પત્ની ફરી ન આપે. જીહાં, આ કારણોસર તે પીપળાના ઝાડના ફેરા ફરી બાંધે છે દોરો.

મળતી જાણકારી અનુસાર, પત્ની પાસેથી દહેજ લેવાના કેસમાં ફસાયેલા એક વ્યક્તિનું નામ શશિધારા કોપર્ડે બતાવવામાં આવી રહ્યું છે. 50 વર્ષીય શશિધરાનું કહેવું છે કે, પત્નીએ તેને દહેજના જુઠા કેસમાં ફસાવી દીધો છે. જેના કારણે તેની જિંદગી નર્ક બની ગઈ છે.શશિધરાએ વધુમાં કહ્યું કે, તેને હવે એ ડર સતાવી રહ્યો છે કે, આવતા જનમમાં આજ પત્ની તેને મળી તો આ જન્મની સાથે-સાથે આવતો જનમ પણ નર્ક બની જશે. જેથી શશિધરાએ વટ સાવિત્રીની પૂજા કરવાનો નિર્ણય લીધો અને પહોંચી ગયો. પીપળાના ઝાડ પાસે, જ્યાં કેટલીએ મહિલાઓ પૂજા કરી રહી હતી, તે પણ દોરો બાંધી પૂજા કરવા લાગ્યો.
First published: July 3, 2018
વધુ વાંચો
अगली ख़बर