Home /News /eye-catcher /Viral: નારંગીની છાલથી બન્યું છે સુંદર હેન્ડબેગ, જોઈને આંખો પર નહિ કરી શકો વિશ્વાસ
Viral: નારંગીની છાલથી બન્યું છે સુંદર હેન્ડબેગ, જોઈને આંખો પર નહિ કરી શકો વિશ્વાસ
નારંગીની છાલથી બન્યું છે સુંદર હેન્ડબેગ
ઇન્ટરનેટ પર હાલમાં એવા ચમકતા પર્સનો ફોટો વાયરલ (viral photo) થઈ રહ્યો છે. જે સામાન્ય કાપડથી નહીં પણ નારંગીની છાલ (Handbag made of orange peels)થી બન્યું છે. જો કે પર્સ જોઈને તમે તેના પર વિશ્વાસ નહીં (High-End Luxury Products) કરી શકો.
દુનિયામાં એકથી એક વિચિત્ર (weird) ઘટનાઓ બની રહી છે. કોઈ માનવ મૂછોના વાળથી પૂરો સૂટ બનાવે છે, તો માસ્કથી લગ્નનો ડ્રેસ. જોર્ડનના કલાકાર અને મોલેક્યુલર ગેસ્ટ્રોનોમિસ્ટ ઓમર સરતાવી (Omar Sartawi) દ્વારા નારંગીની છાલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી હેન્ડબેગ્સ (High-End Luxury Products)ની તસવીરો હાલમાં વાયરલ થઈ રહી છે.
હેન્ડબેગ તૈયાર કરવાનો હેતુ હાઈ-એન્ડ લક્ઝરી પ્રોડક્ટ (Handbag made of orange peels) બનાવવાનો છે જે ઇકો-ફ્રેન્ડલી પણ છે. ખૂબસૂરત દેખાતી આ નારંગી બેગ તમને વિશ્વાસ નહીં કરાવે કે તે ફળની છાલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
અત્યંત સુંદર છે નારંગી હેન્ડબેગ જોર્ડનના ફૂડ આર્ટિસ્ટ ઓમર સરતાવી (Omar Sartawi)એ એક વીડિયોમાં સામાન કેવી રીતે અપનાવવો તે સમજાવ્યું હતું. ઓમર સરતાવીના જણાવ્યા અનુસાર, તેઓ પહેલા નારંગીની છાલ ખરીદે છે અને 2 અઠવાડિયા સુધી તેની પ્રોસેસ કરે છે.
છાલ પર પ્રોસેસ થયા પછી, તેઓ તેને તેમની મનપસંદ ડિઝાઇન સાથે ડિજિટલ ફેબ્રિકેશન નામની પ્રક્રિયામાંથી પસાર કરે છે. છેવટે, ઓમર તેને કાપવા માટે લેસરનો ઉપયોગ કરે છે. ઓમર અગાઉ ઓબેરઝિન ચામડામાંથી ફેસ માસ્ક અને ટેન્ટ ડિઝાઇન કરી ચૂક્યો છે અને હાલમાં ફળ અને શાકભાજીની છાલનો ઉપયોગ કરીને લક્ઝરી પ્રોડક્ટો બનાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો ઓમર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફેશન, એસેસરીઝ, હાઈ-એન્ડ બેગ અને ફર્નિચરની તસવીરો શેર કરે છે, જે કેટલીક જુદી જુદી વસ્તુઓ પર પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. તેમની કળાએ સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી હતી કે તે એકદમ સર્જનાત્મક અને સારું છે. જોકે આ પર્સની કિંમતની સત્તાવાર રીતે જાણ કરવાની બાકી છે, પરંતુ તેની લક્ઝરી પ્રોડક્ટને કારણે તેની કિંમત ઓછી રહેશે નહીં. જોકે તેની પાછળની મહેનત પણ ઓછી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર