Home /News /eye-catcher /OMG! બકરીએ આપ્યો માનવી જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ! જાણો સમગ્ર મામલો
OMG! બકરીએ આપ્યો માનવી જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ! જાણો સમગ્ર મામલો
બકરી અને બચ્ચાની તસવીર
દુનિયા વિચિત્ર ઘટનાઓથી ભરેલી છે (Weird News), તાજેતરનો કેસ આસામ રાજ્યમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બકરીએ( (Goat Gave Birth To Human Like Child) એક બાળકને જન્મ આપ્યો છે જે બકરી નહીં પણ માનવ બાળક (human Kid) જેવું દેખાતું હતું.
Ajab-Gajab: ભાગ્યે જ તમે કોઈ ઘટના (Weird News Around The World)વિશે સાંભળ્યું હશે કે કોઈ પ્રાણીએ માનવ બાળકને જન્મ (Goat Gave Birth To Human Like Child) આપ્યો હોય. આવી ચોંકાવનારી ઘટના પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam)માં સામે આવી છે. અહીં એક બકરીએ માનવ આકારના બાળકને જન્મ આપ્યો છે. આ ઘટના જોનારાઓને તેમની આંખો પર વિશ્વાસ નહોતો થતો.
આ કેસ આસામ રાજ્યના કાચર જિલ્લાનો છે. જ્યારે પાલતુ બકરીએ અહીંના એક ગામમાં બાળકને જન્મ આપ્યો ત્યારે દર્શકોના હોશ ઊડી ગયા હતા. બકરીના આ બાળકમાં બે પગ અને કાન સિવાય માણસ જેવુ જ લાગતુ હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ ઘટના ગંગા નગર ગામમાં એક પશુપાલકના ઘરે બની હતી.
ઘણુ જ વિચિત્ર હતું બકરીનું બાળક પશુપાલકોના મતે, બકરીના બાળક તરફ ધ્યાનથી જોયું, તો તેનો ચહેરો માનવ ચહેરા જેવો અને પૂંછડી ન હતી. બાળકના બે પગ અને કાન બકરી જેવા હતા, જ્યારે બાકીનો ભાગ માનવ બાળકો જેવા જ હતા.
આ ઘટના સોમવારે બની હતી અને જે કોઈએ આ વિચિત્ર બાળકને જોયું તે સ્તબ્ધ થઈ ગયું હતું. જોકે આ વિચિત્ર બાળક અડધા કલાકમાં જ મૃત્યુ પામ્યું હતું, પરંતુ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લોકોએ દાવો કર્યો હતો કે તેઓએ અગાઉ આવી ઘટના જોઈ ન હતી.
લોકોએ કર્યા વિવિધ દાવા બકરીના બાળકની તસવીર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. બાળકને જોતાં એવું લાગે છે કે તે સંપૂર્ણપણે વિકસિત નથી. બાળક માટે મનુષ્ય જેવું દેખાવું અત્યંત રહસ્યમય છે. કેટલાક ગ્રામજનોનું કહેવું છે કે તેમના એક પૂર્વજનો જન્મ બકરીના પેટમાંથી થયો હતો. બકરીના બાળકના મોત બાદ તેને ગ્રામજનોએ પરંપરાગત રીતીરિવાજથી દફનાવી દીધુ હતું, પરંતુ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર