Home /News /eye-catcher /Viral Funny Love Letter: 'જાનુ, કબૂતર, રાજા, ટામેટાં રસગુલ્લા... માન જાઓ ના', નિબ્બીએ ગુસ્સામાં નિબ્બાને આ રીતે સમજાવ્યો, પત્ર વાયરલ!

Viral Funny Love Letter: 'જાનુ, કબૂતર, રાજા, ટામેટાં રસગુલ્લા... માન જાઓ ના', નિબ્બીએ ગુસ્સામાં નિબ્બાને આ રીતે સમજાવ્યો, પત્ર વાયરલ!

નિબ્બીએ નિબ્બાને લખેલો પત્ર

Viral Funny Love Letter: પ્રેમીની નારાજગી દૂર કરવા માટે પ્રેમિકાએ લખેલો લવલેટર વાંચીને હસવું આવી જશે. આ પત્રમાં તે પોતાના પ્રેમીને જાનુ, મુન્ના, રાજા, ટામેટા, કબૂતર અને રસગુલ્લા જેવા શબ્દોથી સંબોધી રહી છે.

પ્રેમ, ઇશ્ક અને મહોબ્બતની ઘણી વાત આજ સુધી સાંભળી હશે. તેમાંથી કેટલીકવાર તો પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કરતા ગતકડાં જોઈને હસવું આવી જાય. ખાસ કરીને ઈન્ટરનેટની નિબ્બા-નિબ્બી લવ સ્ટોરીઝ વધુ રસપ્રદ છે. હાલમાં જ આવો જ એક પ્રેમ પત્ર વાયરલ થઈ રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર દરેકનું મનોરંજન કરી રહ્યું છે.

તમે પ્રેમમાં ડૂબેલા લોકોને પ્રેમી કે પ્રેમિકાની સરખામણી ચંદ્ર, સૂર્ય, વાદળો અને પતંગિયા સાથે કરતા જોયા હશે, પરંતુ અહીં પ્રેમીની નારાજગી દૂર કરવા માટે પ્રેમિકાએ લખેલો પ્રેમપત્ર વાંચીને તમે પણ હસતા રહી જશો. આ પત્રમાં તે પોતાના પ્રેમીને જાનુ, મુન્ના, રાજા, ટામેટા, કબૂતર અને રસગુલ્લા જેવા શબ્દોથી સંબોધી રહી છે. આ આખો પત્ર વાંચ્યા પછી તમે વિચારવા લાગશો કે ગર્લફ્રેન્ડ શું કહેવા માંગે છે?



'જાનુ, મુન્ના, ટામેટા, રસગુલ્લા, ફૌજી'


અવારનવાર સોશિયલ મીડિયામાં પ્રેમ-મહોબ્બત સાથે જોડાયેલા ફોટા-વીડિયો વાયરલ થતા હોય છે. આ પત્રમાં તે પ્રેમીને એવી રીતે સમજાવી રહી છે કે, વાંચનારને અસર ન થાય પણ લોકો હસતા હસતા પાગલ થઈ જાય છે. લવલેટર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં પ્રેમિકા પોતાના પ્રેમીને મનાવવા માટે જાનુ, મુન્ના, રાજા, ટામેટા, કબૂતર અને રસગુલ્લા જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે. તે કહે છે કે, ‘મેં કંઈ ખોટું લખ્યું હોય તો માફ કરશો.’ આખા પત્રમાં તે તેના પ્રેમીને ક્યારેક કબૂતર તો ક્યારેક ટામેટા અને તો વળી રસગુલ્લો કહે છે!


લવલેટર વાયરલ થયો


આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર theadulthumour નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. જે યુઝર્સે આ પોસ્ટ જોઈ છે તે તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ પ્રેમીનું હુલામણું નામ સાંભળવાની મજા લીધી હતી.
First published:

Tags: Love affair, Love birds, OMG, OMG News

विज्ञापन