OMG: ગર્લફ્રેન્ડને મળવા જતો બોયફ્રેન્ડ બન્યો Accidentનો શિકાર, ડોક્ટરોએ કાપવો પડ્યો પ્રાઈવેટ પાર્ટ!

પોલ તે દિવસે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે કાર લઈને જઈ રહ્યો હતો

કારમાંથી નીચે પડ્યો અને ગાડી સીધી પલટી મારી અને તેના પર પડી, તેની ગરદન, જડબા, હિપ અને નાક તૂટી ગયા હતા.

 • Share this:
  દારૂ પીને વાહન ચલાવવું કોઈપણ માટે જોખમી બની શકે છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રત્યે જેટલું વધારે પ્રશાસન લોકોને સાવધાન કરી રહ્યું છે, તેટલી જવધારે લોકો બેદરકારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જે લોકો દારૂના નાશામાં વાહન ચલાવે છે તેમને તેનો ભોગ બનવું પડે છે. તાજેતરમાં, એક યુવાન સાથે સંબંધિત સમાચાર ખુબ વાયરલ થઈ રહ્યા છે, જે દારૂના નશા હેઠળ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, અકસ્માત બાદ તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવો પડ્યો હતો.

  29 વર્ષીય પોલ બેરીન મે 2014માં દુ:ખદાયક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. અમેરિકાના મિસુરીમાં રહેતો પોલ તે દિવસે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે કાર લઈને જઈ રહ્યો હતો. તે પહેલા તેણે તેના મિત્રો સાથે દારૂ પીધો હતો. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, પોલ કહે છે કે કાં તો તે ઊંઘી ગયો હતો અથવા તેની કાર લપસી ગઇ હતી જેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. તે કારમાંથી નીચે પડ્યો અને ગાડી સીધી પલટી મારી અને તેના પર પડી, તેની ગરદન, જડબા, હિપ અને નાક તૂટી ગયા હતા. તેના માથા પર પણ ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહીં, તેના પ્રાઇવેટ પાર્ટને પણ ઘણું નુકસાન થયું હતું. પોલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને મેડિકલ ઈન્ડ્યૂસ્ડ કોમામાં રાખવામાં આવ્યો હતો.

  જીવ બચાવવા માટે ડોક્ટરોએ પ્રાઈવેટ પાર્ટ કાપવો પડ્યો

  ડોક્ટરોએ જણાવ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ અને અંડકોષ પર ખૂબ જ ગંભીર ઈજા થઈ છે. જેના કારણે તેનો જીવ પણ જઈ શકે તેવી પૂરી સંભાવના હતી. આ પછી, ડોકટરોએ તેના પ્રાઇવેટ પાર્ટ અને એક અંડકોષને કાપીને અલગ કરવું પડ્યું. 5 અઠવાડિયા પછી જ્યારે પોલે આંખો ખોલી ત્યારે તેને આ વિશે ખબર પડી. પોલ હવે 29 વર્ષનો છે પરંતુ હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. તે દુ:ખી છે કે તે ક્યારેય હવે પિતા બની શકશે નહીં. તે કહે છે કે તે હવે પોતાને માણસની જેમ અનુભવી શકતો નથી. જોકે આ સમગ્ર યાત્રામાં તેના પરિવાર અને ગર્લફ્રેન્ડ્સે તેને ઘણો સાથ આપ્યો. પોલ તેના પાલતુ કૂતરાને સૌથી વધુ પ્રેમ કરતો હતો. પોલની બહેને તેને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે તેના પેટ માટે તેને જલ્દીથી સ્વસ્થ થવું પડશે. તે કહે છે કે તે આજે નોકરી એટલા માટે કરી રહ્યો છે કારણ કે, તે તેના કૂતરા માટે ખોરાક ખરીદી શકે. સ્વસ્થ થયા પછી, તેને ખબર પડી કે પેનિસ ટ્રાન્સપ્લાન્ટનું પ્રથમ ઓપરેશન દક્ષિણ આફ્રિકામાં થયું હતું, તેને એક આશા હતી, પરંતુ જ્યારે તેને તેના મોંઘા ખર્ચની ખબર પડી ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. પણ હવે તેને શરમ નથી આવતી. તેણે પોતાના આ પ્રકારના શરીરને સ્વીકારવાનું શીખી લીધું છે.
  Published by:kiran mehta
  First published: