OMG! લગ્નના બીજા દિવસે હનીમૂનને બદલે પતિ-પત્ની પહોંચ્યા કબ્રસ્તાન, 1 દિવસમાં કર્યા 15 લોકોના અંતિમ સંસ્કાર
OMG! લગ્નના બીજા દિવસે હનીમૂનને બદલે પતિ-પત્ની પહોંચ્યા કબ્રસ્તાન, 1 દિવસમાં કર્યા 15 લોકોના અંતિમ સંસ્કાર
લગ્ન (Marriage)એ કોઈપણ દંપતી માટે જીવનની સૌથી મોટી ઈવેન્ટ છે. લગ્ન પહેલા લોકો તેની તૈયારીમાં વ્યસ્ત છે અને લગ્ન પછી ફરવાનું શરૂ થઈ જાય છે.
સોશિયલ મીડિયા (Social Media) પર એક દંપતીની ખૂબ ચર્ચા થઈ રહી છે. લગ્ન પછી તરત જ હનીમૂનને બદલે આ દંપતી કબ્રસ્તાન (Couple Reached Cemetery Just After Marriage) પહોંચ્યું હતું. આ દંપતી હનીમૂન પર જવાને બદલે કોરોનાના દર્દીઓ (Newly Wed Couple In Cemetery)ના મૃતદેહોને દફનાવવા માટે પહોંચ્યું હતું.
લગ્ન (Marriage)એ કોઈપણ દંપતી માટે જીવનની સૌથી મોટી ઈવેન્ટ છે. લગ્ન પહેલા લોકો તેની તૈયારીમાં વ્યસ્ત છે અને લગ્ન પછી ફરવાનું શરૂ થઈ જાય છે. પોસ્ટ વેડિંગ એક્ટિવિટી એટલે કે લગ્ન હનીમૂન (honeymoon)માં દંપતીની ખુશી જોવા જેવી હોય છે.પરંતુ લગ્ન પછી તરત જ હનીમૂનને બદલે કોઈ કપલ કબ્રસ્તાનમાં પહોંચે તો? લગ્ન બાદ તરત જ કબ્રસ્તાન (Couple Reached Cemetery Just After Marriage) પહોંચેલા આવા જ એક દંપતીની તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. કબ્રસ્તાનમાં બંનેએ સાથે મળીને કોરોના (corona) થી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કર્યા હતા.
34 વર્ષીય મુહમ્મદ રિદજીવન ઓસ્માન અને તેમની પત્ની 26 વર્ષીય નૂર અફિફા હબીબે 13 ડિસેમ્બરે લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. પરંતુ પતિ-પત્નીએ લગ્ન બાદ હનીમૂન પર જવાને બદલે કોવિડ વોરિયર બનવાનું નક્કી કર્યું. તેમણે લગ્ન પછીના પ્રથમ અઠવાડિયા સુધી કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું. હનીમૂનને બદલે લગ્ન પછીનું પહેલું અઠવાડિયું કબ્રસ્તાનમાં વિતાવવાનો નિર્ણયની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
નવો-નવેલા વરરાજા રિદજીવન ટીમ કાંગકુલ કીનો સભ્ય છે, જે કોવિડ 19 દર્દીના મૃત્યુ બાદ મફતમાં તેઓના ક્રિયાક્રમ કરે છે. રિદજીવને જણાવ્યું હતું કે લગ્નના બીજા દિવસે તેમને ટીમનો ફોન આવ્યો હતો કે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃત શરીરને દફનાવવા જવાાનું છે.
તેમણે આ વાત તેમની પત્નીને કહી હતી, જે પછી તે તેની સાથે ચાલવા માટે સંમત થઈ હતી. આ દંપતી તરત જ કબ્રસ્તાનમાં ગયું હતું જ્યાં તેઓએ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ દંપતીએ સુલતાન અબ્દુલ હલીમ હોસ્પિટલમાં રાખવામાં આવેલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દરમિયાન અન્ય લોકોએ તેમને મદદ કરી. જે ટીમનો રિદજીવન ભાગ છે તેમાં ટીમમાં ઘણા સભ્યો છે જે સામાજિક સેવા માટે તેની સાથે સંકળાયેલા છે. આમ તો તેઓ બીજે ક્યાંક કામ કરે છે, પરંતુ તેઓ આ ટીમને સામાજિક સેવા માટે મદદ કરે છે. દંપતીએ કહ્યું કે ટીમ માટે તેમનું કામ હમણાં અટકવાનું નથી. લગ્ન પછી આ દંપતીએ 15 મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે. લોકો આ દંપતીની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર