Home /News /eye-catcher /Shocking! ઓપરેશન અધવચ્ચે છોડીને ડાન્સ વિડીયો બનાવતો હતો ડોક્ટર, લોકોએ ફરિયાદ કરીને ભણાવ્યો પાઠ

Shocking! ઓપરેશન અધવચ્ચે છોડીને ડાન્સ વિડીયો બનાવતો હતો ડોક્ટર, લોકોએ ફરિયાદ કરીને ભણાવ્યો પાઠ

સર્જરી વચ્ચે જ ડોક્ટર ટિકટોક વીડિયો બનાવવા લાગતો હતો. (Image- Instagram)

અત્યારે ઓસ્ટ્રેલિયાનો એક સર્જન (Australia surgeon dance during surgery) ડોક્ટર ડેનિયલ લેન્ઝર (Dr Daniel Lanzer) બહુ ચર્ચામાં છે. તેની પાસેથી હવે સર્જરી કરવાનો અધિકાર ઝૂંટવી લેવામાં આવ્યો છે.

જ્યારથી કોરોનાવાયરસે દુનિયામાં પગપેસારો કર્યો છે ત્યારથી ડોક્ટરો ઉપર ઘણું પ્રેશર વધી ગયું છે. જ્યારે કોરોના પીક ઉપર હતો ત્યારે હોસ્પિટલોમાં દર્દી વધારે થઈ જતા હતા અને ડોક્ટરોની તકલીફો વધી જતી હતી. એવામાં લોકોને મોટિવેટ કરવા માટે અમુક ડોક્ટર્સ ગીત ગાઈને યા તો ડાન્સ કરીને મનોરંજન કરતા હતા. સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયોઝ (Doctors Dancing Viral Video) વાયરલ થયા જેમાં ડોક્ટર નાચતા ગાતા જોવા મળ્યા હતા, પરંતુ એક ડોક્ટર એવા છે જે ઘણા સમયથી કામ કરી રહ્યા છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, તેઓ ઓપરેશન વચ્ચે કામ છોડીને (Doctor Dance in between operation) પણ નાચતા ગાતા જોવા મળ્યા છે.

અત્યારે ઓસ્ટ્રેલિયાના સર્જન ડોક્ટર (Australia Surgeon Dance During Surgery) ડેનિયલ લેન્ઝર (Dr. Daniel Lanzer) બહુ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે તેમની પાસેથી સર્જરી કરવાની મંજૂરી પાછી લઈ લેવામાં આવે છે. વાત એમ છે કે, ડેનિયલ સોશિયલ મીડિયા પર બે કારણોથી ઘણા ફેમસ છે. એક તો તેઓ કોસ્મેટિક સર્જરી દરમિયાન પોતાના વિડીયોઝ શેર કરે છે, જેમાં તેઓ દર્શાવે છે કે, તેઓ લોકોના જાડા શરીરને પાતળું કરે છે. બીજું એ કે, તેઓ સર્જરી દરમ્યાન જ નાચવા લાગે છે. તેના વીડિયો ટિકટોક (Cosmetic Surgeon Dr Video) પર પણ શેર કરે છે અને ડેઈલી સ્ટાર રિપોર્ટ મુજબ ટિકટોક પર તેમના 13 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે.

સર્જરી વચ્ચે જ ટિકટોક વીડિયો બનાવવા લાગતો હતો ડોક્ટર

પરંતુ હવે આ ડોક્ટર કોઈની સર્જરી નહીં કરી શકે. વાત એમ છે કે, ડોક્ટરના બેદરકારીભર્યા વલણે તેમને મુસીબતમાં મૂકી દીધા છે. લોકોએ ફરિયાદ કરી છે કે, તેઓ ટિકટોક પર ફેમસ થવા માટે ઓપરેશનને અડધું મૂકીને નાચવા ગાવા લાગે છે. સર્જરીમાં લેટ થવાના કારણે દર્દીના જીવને પણ જોખમ થઈ શકે છે. ડોક્ટરને સૌથી પહેલા ટિકટોક પર ત્યારે નોટિસ કરવામાં આવ્યો જ્યારે તેને સર્જરી સાથે ડાન્સ કરતો જોવામાં આવ્યો. ત્યારથી ડેનિયલના હજારો ફોલોઅર્સ વધી ગયા હતા.

Australia surgeon dance during surgery
ડોક્ટરના બેદરકારીભર્યા વલણે તેમને મુસીબતમાં મૂકી દીધા છે. (Image- Instagram)


આ પણ વાંચો: ગજબ! દુનિયાની પહેલી એવી બસ, જે રસ્તા પર ચાલશે અને પાટા પર પણ દોડશે

લોકોએ ડોક્ટરની ફરિયાદ કરી

રિપોર્ટ મુજબ જેકી નામની એક દર્દીએ ખુલાસો કર્યો કે તેની હડપચીમાં સોજો હતો જેની સર્જરી કરાવવા તે ડોક્ટર પાસે ગઈ, પણ તેને ઓપરેશન વચ્ચે જ ટિકટોક માટે વીડિયો શૂટ કરવાનો શરૂ કરી દીધો. વારંવાર તે સર્જરી વચ્ચે મૂકીને વીડીયોની ક્વોલિટી ચેક કરતો અને ફરી શૂટ કરવા માટે કહેતો. આ વચ્ચે જેકી પીડામાં કણસી રહી હતી.

આ પણ વાંચો: Weird News: વ્યક્તિ જેને સોનું માનતો હતો, તે એનાથી પણ વધુ કિંમતી ખજાનો નીકળ્યો

અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, તેના પેટમાં સોજાની સર્જરી ચાલતી હતી ત્યારે ડોક્ટર નાચવા લાગ્યો અને વીડિયો શૂટ કરવાના ચક્કરમાં સર્જરી વ્યવસ્થિત ન થઈ અને તેના કારણે તેને ફરી સર્જરી કરાવવી પડી. ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર એજન્સીએ ડેનિયલને આદેશ આપ્યો છે કે તે તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરના સર્જરી સાથે જોડાયેલા વીડિયોઝ ડિલીટ કરે. હવે એજન્સીના નિર્ણય મુજબ તે કોઈની સખ્ત દેખરેખ હેઠળ જ કોઈની સર્જરી કે સારવાર કરી શકે છે.
First published:

Tags: Ajab gajab news, Shocking news, અજબ ગજબ સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો