ટ્વિટર પર એક Math Puzzle બની ચર્ચાનું કારણ, શું તમે સૉલ્વ કરશો?

News18 Gujarati
Updated: November 4, 2019, 6:51 PM IST
ટ્વિટર પર એક Math Puzzle બની ચર્ચાનું કારણ, શું તમે સૉલ્વ કરશો?
ગણિતનો કોયડો

"આઇ હેવ એ સ્કેરી જોક અબાઉટ મેથ બટ આઇ એમ 2² ટૂ સે ઇટ"

  • Share this:
ગણિત (Mathematics)નું નામ સાંભળીને જ મોટાભાગના લોકો આગળ વાંચવાનું છોડી દે છે. તો કેટલાક ગણિતના શોખીન થોડી વધુ હિંમત પણ બતાવે છે. ગણિતના સવાલો હંમેશા મગજની કસરત કરાવે છે. અને આજ કારણ છે કે લોકો તેવા સવાલોથી દૂર ભાગે છે. પણ હાલ ગણિતનો એક સવાલ (Math Puzzle) સોશિયલ મીડિયામાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને આ સવાલનો ઉકેલ શોધવા માટે હવે લોકો સોશિયલ મીડિયા પર મગજ કસી રહ્યા છે. ટ્વિટર પર @nctcookie નામના એક યુઝર્સે ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છે કે "I have a scary joke about math but I'm 2² to say it." આ ટ્વિટ પછી ટ્વિટર પર લોકોનું મગજ ફરી ગયું. મોટાભાગના લોકોને તો આ વાત સમજમાં જ ન આવી એટલી શાંતિ છે. પણ જેને સમજમાં આવી તે વિચારતા થઇ ગયા! તમને જણાવી દઇએ કે ચાર દિવસમાં આ ટ્વિટને 15,068 વખત રિટ્વિટ કરવામાં આવી છે. અને ચાર જ દિવસમાં તેને 48,833 લાઇક્સ મળ્યા છે.

હવે અમે તમને આ ગણિતના કોયડાનો ઉકેલ પણ અહીં કગીએ છીએ. આ સવાલનો જવાબ આ અંગ્રેજી વાક્યમાં જ છુપાયેલો છે. બસ તેને ઠીક રીતે વાંચવાથી બધુ તમને સમજાઇ જશે. યુઝર્સે લખ્યું છે કે આઇ હેવ એ સ્કેરી જોક અબાઉટ મેથ બટ આઇ એમ 2² ટૂ સે ઇટ. તેમાં 2² એટલે કે ટૂ સ્ક્વાયરનો મતલબ ગણિતનું ટૂ સ્ક્વાયર નહીં પણ ટૂ સ્કેયર એટલે કે અંગ્રેજીમાં જેને ડરવું કહેવાય તે થાય છે. શબ્દોની આ રમતના કારણે લોકોને આ કોયડો ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
First published: November 4, 2019, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading