Home /News /eye-catcher /બિસ્કિટ ખરીદવા દુકાને ગઈ હતી મહિલા, ઘરે પાછી આવી તો બની ગઈ કરોડપતિ, ખબર પડતાં જ પગ નીચેથી જમીન સરકી ગઈ!

બિસ્કિટ ખરીદવા દુકાને ગઈ હતી મહિલા, ઘરે પાછી આવી તો બની ગઈ કરોડપતિ, ખબર પડતાં જ પગ નીચેથી જમીન સરકી ગઈ!

પળવારમાં મહિલા બની ગઈ કરોડપતિ

Viral American Woman: આ દુનિયામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તે રાતોરાત અમીર બની જાય અને એટલા પૈસા મેળવે કે તેની પાસે ક્યારેય પૈસાની કમી ન રહે. પરંતુ આવું માત્ર ફિલ્મોમાં જ બને છે, વાસ્તવિક જીવન માટે તે માત્ર કાલ્પનિક વાર્તા જ લાગે છે. જો કે ક્યારેક નસીબ સાથ આપે ત્યારે લોકોની કલ્પના પણ વાસ્તવિકતા બની જાય છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: આ દુનિયામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તે રાતોરાત અમીર બની જાય અને એટલા પૈસા મેળવે કે તેની પાસે ક્યારેય પૈસાની કમી ન રહે. પરંતુ આવું માત્ર ફિલ્મોમાં જ બને છે, વાસ્તવિક જીવન માટે તે માત્ર કાલ્પનિક વાર્તા જ લાગે છે. જો કે ક્યારેક નસીબ સાથ આપે ત્યારે લોકોની કલ્પના પણ વાસ્તવિકતા બની જાય છે. તાજેતરમાં જ અમેરિકામાં એક મહિલા સાથે આવું જ કંઈખ બન્યું છે. મહિલા બિસ્કિટ ખરીદવા દુકાનમાં ગઈ હતી પરંતુ જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તે કરોડપતિ બની ગઈ હતી.

    1600ની કિંમતનું લોટરી સ્ક્રૅચકાર્ડ ખરીદ્યું


    ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, 51 વર્ષીય અમેલિયા એસ્ટેસ નોર્થ કેરોલિનામાં રહે છે અને ગયા શનિવારે તે દુકાનમાં બિસ્કિટ ખરીદવા માટે ગઈ હતી. ત્યાંથી તેણે રૂ. 1600ની કિંમતનું લોટરી સ્ક્રૅચકાર્ડ ખરીદ્યું. જ્યારે તેણે કાર્ડ સ્ક્રેચ કર્યું અને તેને લોટરી નંબરો સાથે મેચ કર્યું, ત્યારે તે ઉડી ગયો. તેના નામ પર 16 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી.

    આ પણ વાંચો: AMCની નવી પહેલ, વર્ષ 2023/24ના નાણાકિય બેઠક માટે અમદાવાદીઓ પાસેથી જ સુચનનો મંગાવ્યા

    લોટરી જીતી મહિલા બની ગઈ કરોડપતિ


    નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીએ 19 જાન્યુઆરીએ પોતાના નિવેદનમાં કહ્યું- ‘શનિવારે એમેલિયા હંમેશની જેમ બિસ્કિટ ખરીદવા સ્ટોર પર આવી હતી, પરંતુ તે દિવસ તેના માટે ખૂબ જ ખાસ બની ગયો હતો. તેણે 1600 રૂપિયામાં સ્ક્રૅચ કાર્ડ ખરીદ્યું અને તેના નામે 16 કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ.’ એમિલિયાએ કહ્યું કે, ‘લોટરી જોતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે માની શક્તી નહોતી કે તેને આટલી મોટી લોટરી લાગી છે. તેણે કહ્યું કે, તેને વારંવાર અંદરથી અવાજ સંભળાતો હતો જે કહી રહ્યો હતો કે તેણે ટિકિટ ખરીદવી જોઈએ. ટિકિટ ખરીદતાની સાથે જ તેનું નસીબ ચમકી ગયું હતું.

    આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 630 કરોડનું સહાય પેકેજ ગાયબ? 

    એક જ વારમાં 9 કરોડ લીધા


    લોટરીનું પરિણામ જોયા બાદ તે ઉતાવળે ઘરે ગયો અને તેની માતાને આ અંગે જણાવ્યું. તેણે તેની માતાને કહ્યું- ‘મને લાગે છે કે આપણે કરોડપતિ બની ગયા છીએ!’ તેની માતા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને ભગવાનનો આભાર માનવા લાગી. તેણે જે લોટરી ગેમમાં લોટરી જીતી હતી તે કંપની વિજેતાઓને બે વિકલ્પ આપે છે. પ્રથમ એ કે કાં તો તેણે 20 વર્ષ સુધી દર વર્ષે 80 લાખ રૂપિયા લેવા જોઈએ અથવા તેણે એક સાથે 9 કરોડ રૂપિયા લેવા જોઈએ. અમેલિયાએ એકવારમા પૈસા લેવાનું પસંદ કર્યું. તેણીએ કહ્યું કે તે તેની નિવૃત્તિ માટે તે પૈસા બચાવશે.
    Published by:Vimal Prajapati
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन