આ છે રસીલા વાઢેર, આ ગુજરાતી મહિલા 300 સિંહ અને 500 દીપડાનો જીવ બચાવી ચૂકી છે

News18 Gujarati
Updated: August 11, 2020, 9:56 AM IST
આ છે રસીલા વાઢેર, આ ગુજરાતી મહિલા 300 સિંહ અને 500 દીપડાનો જીવ બચાવી ચૂકી છે
રસીલા વાઢેર

તેમણે હજી સુધી 1000 વધુ પ્રાણીઓની જીવ બચાવવામાં મદદ કરી છે.

  • Share this:
સિંહ અને ચિત્તો આવા પ્રાણીઓ જો સામે પણ આવી જાય તો સામાન્ય માણસો તે જગ્યા છોડી ભોગવાનું વિચારે! પણ ગુજરાતની એક મહિલાએ આવા અબોલ પ્રાણી માટે જીવનદાતા બનીને સામે આવી છે. તેણે હજી સુધીમાં 300 સિંહ અને 500 દીપડાઓના પ્રાણ બચાવ્યા છે. આ બહાદૂર મહિલાનું નામ છે રસીલા વાઢેરા. તે ગુજરાત ગીર નેશનલ પાર્કની વનકર્મી છે. અને તેમની આ ખૂબીની જાણકારી એક પોસ્ટ દ્વારા લાયન ડેના અવસરે મળી. 10 ઓગસ્ટના રોજ આઇએફએસ અધિકારી પરવીન કાસવાને આ મામલે ટ્વિટ કર્યું હતુંય અને તેમણે લોકોને પરવીન વિષે જણાવ્યું હતું. જે પછી પરવીન વિષે લોકો વખાણ કરતા નથી થાકતા.

સાથે જ તેમણે આ ટ્વિટમાં પરવીનના કેટલાક ફોટો પણ શેર કર્યા હતા. જેમાં લખ્યું હતું કે મળો 36 વર્ષની રસીલા વાઢેરાને. જે ગીરમાં વનકર્મી છે. તેમણે હજી સુધી 1000 વધુ પ્રાણીઓની જીવ બચાવવામાં મદદ કરી છે. જેમાં 300 સિંહ અને 500 દીપડા પણ છે. આ સિવાય મગર અને અજગર પણ સામેલ છે. આ જંગલામાં સિંહ કરતા પણ વધુ આત્મવિશ્વાસથી ચાલે છે!'

ઉલ્લેખનીય છે કે રસીલા વાઢેર ગુજરાતમાં ગીર નેશનલ પાર્કમાં લાંબા સમયથી કાર્યરત છે. તે તેમના વિભાગની પહેલી તેવી મહિલા છે જે પ્રાણીઓને બચાવવા ખંતપૂર્ણ રીતે સતત કામ કરી રહી છે. તેમણે 2007માં વનકર્મીની પરીક્ષા પાસ કરી હતી. અને તે પહેલા તે વાઇલ્ડ લાઇફ ગાઇડ હતી.

વધુ વાંચો : ભારતમાં બેરોજગારીની સ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે, Unemployment Rate આટલો વધ્યો

2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં વન વિભાગમાં મહિલા ટીમનું ગઠન કર્યું હતું. ગુજરાત આવું કરનાર તે સમયે પહેલું રાજ્ય હતું. ત્યારથી જ તે મહિલા વનકર્મી તરીકે સિંહ અને અન્ય પ્રાણીઓનું ધ્યાન રાખી રહી છે. 2008 માં રસીલાએ જંગલમાં ટીમ સાથે કામ કરવાની શરૂઆથ કરી. અને ત્યારથી તે રેસ્ક્યૂ ટીમ સાથે કામ કરી રહી છે.

તેમનું કહેવું છે કે તેમના કામમાં કેટલા કલાક થાય છે તે નક્કી નથી હોતું. અને તે કોલ આવતા જ પ્રાણીઓને બચાવવા માટે નીકળી જાય છે.
Published by: Chaitali Shukla
First published: August 11, 2020, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading