નવી દિલ્હીઃ પૃથ્વી પર અનેક એવી રહસ્યમયી ચીજો છે જેનાથી પડદો ઉઠવાનો હજુ બાકી છે. આવી જ એક લેક તંજાનિયા (Tanzania)માં આવેલી છે. આ ખબૂજ ખતરનાક લેકનું નામ નેટ્રોન લેક (Netron Lake) છે. માનવામાં આવે છે કે આ લેકના પાણીમાં રહસ્ય છે. જે પણ તેના પાણીને સ્પર્શ કરે છે તે પથ્થર બની જાય છે. કહેવામાં આવે છે કે આ લેકની આસપાસ પશુ-પક્ષીઓની અનેક પથ્થરની મૂર્તિઓ પણ જોવા મળે છે.
તંજાનિયાની આ લેકની આસપાસ અનેક કિલોમીટરોમાં કોઈ માનવ વસાહત નથી. આ લેકની આસપાસ માત્ર પશુ-પક્ષીઓની જ મૂર્તિઓ પડેલી જોવા મળે છે. એવામાં લોકોમાં આ રહસ્યમયી પાણીને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો તેને જાદુઈ પાણી માને છે. જોકે આ લેકના પાણીની પાછળ એક અગત્યનું વૈજ્ઞાનિક કારણ પણ છે.
લેકના પાણીમાં સોડિયમ કાર્બોનેટ હોવાના કારણે તે અલ્કેલાઇન છે. પાણીમાં અમોનિયા અને અલ્કેલાઇનની માત્રા પણ એક સમાન છે. આ કારણે શબ અનેક વર્ષ સુધી સુરક્ષિત રહે છે. આ કારણથી તેની આસપાસ પશુ-પક્ષીઓના શબ મોટી માત્રામાં જોવા મળે છે.
આ લેક ઉપરાંત પણ પૃથ્વી પર વધુ એક લેક છે જે લોકોની વચ્ચે રહસ્યમયી બની ગઈ છે. આ લેક આફ્રિકન દેશ કાંગોમાં છે. તેને કીવૂ લેક કહેવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો આ લેકને વિસ્ફોટક લેકના નામથી ઓળખે છે. તેના પાણીમાં મીથેન અને કાર્બન ડાયોક્સાઇડ હોવાના કારણે માનવામાં આવે છે કે નાનો ભૂકંપ પણ અહીં વિસ્ફોટ કરી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર