Viral Accident Video: આ કોઇ ગેમ નથી રિયલમાં બની ઘટના, જોતજોતામાં અથડાઈ 7 ગાડીઓ
Viral Accident Video: આ કોઇ ગેમ નથી રિયલમાં બની ઘટના, જોતજોતામાં અથડાઈ 7 ગાડીઓ
સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો (તસવીર - ઇન્ટરનેટ)
Viral Video: આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર the_memeflix_ નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે
Car accident video : સોશિયલ મીડિયા (social Media ) પર અવારનવાર માર્ગ અકસ્માતના વીડિયો વાઇરલ (viral video) થતા હોય છે. કેટલાક રોડ અકસ્માતના વીડિયો (accident video) જોઈને તો અંદરથી ધ્રુજી જવાય છે. જયારે અમુક માર્ગ અકસ્માતમાં કોઈની મુર્ખામીના કારણે ઘણા લોકોને સહન કરવું પડતું હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જોવામાં આવી રહ્યો છે. જેમાં એક બાદ એક એમ 7 કાર વચ્ચે ટક્કર જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.
બે વ્યક્તિની ભૂલના કારણે ઘણાએ ભોગવ્યું
આ વીડિયોની શરૂઆતમાં તમે એક કાળા રંગની એક કાર સફેદ કારને ઓવરટેક કરતી જોઈ શકો છો. ઓવરટેક કર્યા પછી સફેદ કાર અચાનક ધીમી થઈ જાય છે. હાઈવેની વચ્ચે કાર એટલી ધીમી થઈ જાય છે કે અન્ય કાર ચાલકોને શું કરવું સમજ પડતી નથી. જેના કારણે સ્થિતિ ગંભીર બને છે.
તમે વીડિયોમાં જોઈ શકો છો કે જેવી સફેદ કાર રોકાય છે તેની પાછળ 3 કાર પણ અથડાયછે. ત્યારબાદ અચાનક જ વીડિયોમાં તમે એક ખૂબ ઝડપી ચાલી રહેલ કાળા રંગની કારને જોઈ શકો છો, તે કારનો ચાલક પણ પોતાનું નિયંત્રણ ગુમાવે છે અને દુર્ઘટનાગ્રસ્ત થાય છે. જોતજોતામાં બે ડ્રાઇવરોની ભૂલ ના કારણે 6-7 કારનો અકસ્માત થાય છે.
વાઇરલ થયો વીડિયો
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર the_memeflix_ નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. 7.2 લાખથી વધુ લોકોએ તો વીડિયોને લાઈક પણ કર્યું છે. આ વાઇરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સના ઢગલો કમેન્ટ્સ પણ આવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર