Home /News /eye-catcher /

OMG: ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા! એક વ્યક્તિના પેટમાંથી નીકળ્યું 1 કિલો લોખંડ

OMG: ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા! એક વ્યક્તિના પેટમાંથી નીકળ્યું 1 કિલો લોખંડ

પેટમાંથી નીકળ્યું 1 કિલો લોખંડ

ખિલ્લીઓ, સ્ક્રૂ, નટબોલ્ટ, નાનુ ચાકુ વગેરે નાની-નાની વસ્તુઓ જોવા મળી હતી. જ્યારે ડોક્ટરે તેના પેટનું ઓપરેશન કર્યું ત્યારે પેટમાંથી લગભગ 1 કિલો લોખંડની વસ્તુઓ કાઢવામાં આવી

    Ajab Gajab : સામાન્ય રીતે લોકોને ખાવામાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. પણ જે વ્યક્તિ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે લોખંડ ખાવાનું પસંદ કરે છે! આ વાંચીને તમને આશ્ચર્ય થયું હશે પરંતુ આ સાચું છે. તાજેતરમાં એક માણસનું ડોક્ટરોએ ઓપરેશન કર્યું અને તેના પેટમાંથી 1 કિલોથી વધુ લોખંડ (1 કિલો લોખંડ) કાઢવામાં આવ્યું. આ માણસ નાસ્તાની જેમ લોખંડની વસ્તુઓ ખાવાનો શોખીન હતો, જેના કારણે તેની સમસ્યા એટલી વધી ગઈ કે તેણે ઓપરેશન કરાવવું પડ્યું. ચાલો તમને વિગતવાર જણાવીએ કે આખો મામલો શું છે.

    જ્યારે લિથુઆનિયામાં રહેતી વ્યક્તિને અચાનક પેટમાં તીવ્ર દુ:ખાવો થયો, ત્યારે તેને તાત્કાલિક ક્લાપેડા યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે ડોકટરોએ તેના પેટનો એક્સ-રે કર્યો ત્યારે તેઓ જોઈને દંગ રહી ગયા કારણ કે તેના પેટમાં લોખંડ હતુ, જેમ કે ખિલ્લીઓ, સ્ક્રૂ, નટબોલ્ટ, નાનુ ચાકુ વગેરે નાની-નાની વસ્તુઓ જોવા મળી હતી. જ્યારે ડોક્ટરે તેના પેટનું ઓપરેશન કર્યું ત્યારે પેટમાંથી લગભગ 1 કિલો લોખંડની વસ્તુઓ કાઢવામાં આવી. ડોક્ટરો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યાં એક સર્જને તેને આયરન મેન કહ્યો, તેમણે કહ્યું, ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલું આ ઓપરેશન ખૂબ જ અનોખું હતું.

    ધ સન વેબસાઇટના અહેવાલ અનુસાર, આ માણસને દારૂ પીવાની ટેવ હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી તેણે દારૂ છોડી દીધો હતો, દારૂની તલબથી બચવા માટે તેણે લોખંડના નાના ટુકડા ખાવાનું શરૂ કર્યું. ડોક્ટરોએ કહ્યું કે, ખીલ્લાઓના કારણે પેટના આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ડોક્ટરે કહ્યું કે, આ લાંબા ઓપરેશનમાં તેના પેટમાંથી તમામ પ્રકારની લોખંડની નાની-નાની વસ્તુઓ કાઢવામાં આવી હતી. આ દરમિયાન તેમણે વારંવાર પેટનું સ્કેન કર્યું જેથી ખબર પડી શકે કે, લોખંડની તમામ નાની વસ્તુઓ પેટમાંથી બહાર આવી છે કે નહીં.

    હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું કે, તેમણે આવો કિસ્સો પહેલા ક્યારેય જોયો નથી. રિપોર્ટ અનુસાર, વ્યક્તિની હાલત હવે ઠીક છે પરંતુ તેને મોનિટરિંગ માટે દાખલ રાખવામાં આવ્યો છે. આમ તો આ પ્રકારની આ પહેલી ઘટના નથી, આવા કેસ પહેલા પણ સામે આવ્યા છે. આ પહેલા પણ આવા ઘણા રિપોર્ટ આવ્યા છે જેમાં એવું જાણવા મળ્યું છે કે લોકો વિચિત્ર વસ્તુઓ ગળી ગયા છે. થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે એક વ્યક્તિએ ચમચી ગળી લીધી છે, જેને સર્જરી બાદ પેટમાંથી કાઢવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, અજબ ગજબ, અજબ ગજબ સમાચાર

    આગામી સમાચાર