1940ના સમયમાં જીવે છે આ જુવાનજોધ કપલ, જુનવાણી જીવનશૈલીના કારણે એકબીજા માટે છે ભરપૂર સમય

(Credit- Dilsnths Dissanayake/Carter News)

આ કપલનું જીવન બીજા વિશ્વયુદ્ધ (World War 2) પહેલાના સમયમાં અટકેલું છે

  • Share this:
ઘણા લોકોના વિચારો જુનવાણી હોય છે. યુવા પેઢી આવા વિચારોથી દૂર ભાગે છે. પણ અમુક અપવાદરૂપ કિસ્સા પણ છે. જેમાં યુવા પેઢીને જૂના વિચારો ખૂબ ગમ્યા હોય. આવો જ એક કિસ્સો બ્રિટનનો છે. રુથ શૈલી (Ruth Shelley) અને રોબર્ટ ઓસ્ટમન (Robert Oestmann) આજે પણ 60 વર્ષ પહેલાના સમયમાં જીવે છે. આ કપલનું જીવન બીજા વિશ્વયુદ્ધ (World War 2) પહેલાના સમયમાં અટકેલું છે.

આ કપલ West Midlandsના Bilstonમાં રહે છે. તેમને મોબાઈલ અને ટીવીના જમાનામાં રહીને પણ તેમાં કોઈ રસ નથી. આ બન્નેનું સર્જન એકબીજા માટે જ થયું હોય તેમ, આજે પણ આ બન્ને ગ્રામોફોનમાં 1940ના સમયના ગીતો સાંભળે છે. આ લાઇફસ્ટાઇલના કારણે તેઓ એકબીજાને ભરપૂર સમય આપે છે.

રોબર્ટ દારૂ વેચીને આવક મેળવે છે અને કુકિંગનો શોખીન છે. તેને 1700 બાદના બધા જ પકવાન બનાવતા આવડે છે. જ્યારે તેની પત્ની રુથ પોતાની જીવનશૈલીને અનુકૂળ મુજબનું ઇતિહાસ પર સંશોધનનું કામ કરે છે. રુથનું કહેવું છે કે, તેઓ એકબીજા માટે હંમેશા ઉપલબ્ધ હોય છે.

આ પણ વાંચો - સમગ્ર દેશમાં હવે એક નંબર ડાયલ કરતા જ મળી જશે LPG કનેક્શન, મિસ્ડ કોલ કરીને ભરાવો સિલિન્ડર, જાણો સમગ્ર પ્રોસેસ

આ કપલ કપડાં પણ 1930-1940ના સમય જેવા પહેરે છે. રોબર્ટ પ્લેન સૂટ અને ફ્લેટ કેપ પહેરે છે. જ્યારે રુથ પણ તે સમયની મહિલાઓ જેવા કપડાં પહેરે છે. તેઓને રસ્તે નીકળતા જોઈ લોકો અચંબામાં મુકાઈ જાય છે. પણ લોકો શું વિચારે છે તેનાથી કપલને કોઈ ફરક પડતો નથી.

પહેલાના જમાનામાં કઈ રીતે પ્રેમ થતો તે વાત આ કપલની જીવનશૈલી પરથી સમજાઈ જાય છે. બન્ને આજે પણ દસકાઓ પહેલાના સમયમાં રહે છે. તેમને તસવીરો પણ તેવી જ પડાવી છે. રોબર્ટ કહે છે કે, તેમણે દાદા દાદી સાથે જૂની ફિલ્મો જોઈ હતી. જેથી તેમને તેવા જ જૂના કપડાં અને સ્ટાઇલ ગમે છે. તેઓ મોટાભાગનો સમય ટાઈ અને સૂટમાં વિતાવે છે. રોબર્ટની પસંદગીની વાનગી પણ 1938ના સમયની છે.

આ કપલ પાસે ટીવી નથી. તેઓ માત્ર ગ્રામોફોનનો જ ઉપયોગ કરે છે. જેથી તેમની પાસે નવરાશનો ઘણો સમય હોય છે. જેમાં તેઓ વાંચવું, વાતો કરવી, ખાવાનું બનાવવું અને ઇતિહાસને વાગોળવાનું કામ કરે છે. તેમને ડાન્સ કરવો પણ ખૂબ ગમે છે અને તેઓ ડાન્સ પણ 1940ના સમયના સંગીત પર કરે છે.
First published: