આવું છે ભારતનું પાતાળ લોક, જમીનથી 3,000 મીટર નીચે વસેલી છે અદ્ભૂત દુનિયા

ભારતમાં જમીનથી 3,000 મીટર નીચે આવેલા હોય 12 એવા ગામો (villages)છે. આ ગામડાઓમાં અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે

hidden world of Patalkot - પાતાલકોટના લોકોને બહારની દુનિયા સાથે વધુ સંપર્ક રાખવો પસંદ નથી. પાતાલકોટના લોકો મોટાભાગનો ખોરાક તેમના ગામમાં જ ઉત્પાદિત કરે છે અને બહાર માત્ર મીઠુ ખરીદવા જ આવે છે

  • Share this:
ભારતમાં (India)ખૂબ જ અદભૂત સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે જાણીને તમને ખૂબ જ આશ્ચર્ય થશે. ભારતમાં જમીનથી 3,000 મીટર નીચે આવેલા હોય 12 એવા ગામો (villages)છે. આ ગામડાઓમાં અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે, આ કારણોસર આ ગામડાઓની જમીન સુધી સૂર્યના કિરણો પણ ભાગ્યે જ પહોંચી શકે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ એ પવિત્ર સ્થળ છે, જ્યાં ભગવાન રામના (Lord Shri Ram)પત્ની સીતા માતાએ જમીનમાં સમાઈ જવાનું નક્કી કર્યું હતું. અનેક લોકો એવું પણ માને છે કે, રાક્ષસ રાવણ ભગવાન શ્રી રામ અને ભગવાન લક્ષ્મણને ઉપાડીને 'પાતાળ લોક' (Pataal Lok) માં લઈ ગયા હતા. તે સમયે ભગવાન હનુમાને તેમને બચાવવા માટે આ સ્થળ પરથી પાતાળ લોકમાં પ્રવેશ કર્યો હતો.

આ 12 ગામ જે સ્થળ પર આવેલા છે, તે સ્થળનું નામ પાતાલકોટ છે. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં પાતાલકોટ આવેલું છે. પાતાલકોટ સાતપુરાની ટેકરીઓમાં આવેલું છે અને પાતાલકોટમાં ઔષધિઓનો ભંડાર છે. આ વિસ્તારમાં ભૂરિયા જાતિના લોકો વસે છે અને મોટાભાગના લોકો ઝૂંપડાઓમાં વસવાટ કરે છે.

આ પણ વાંચો - Weird : પત્નીએ પતિ માટે બનાવ્યા છે ખતરનાક નિયમો, સાંભળીને ચોંકી જશો!

પાતાલકોટના લોકોને બહારની દુનિયા સાથે વધુ સંપર્ક રાખવો પસંદ નથી. પાતાલકોટના લોકો મોટાભાગનો ખોરાક તેમના ગામમાં જ ઉત્પાદિત કરે છે અને બહાર માત્ર મીઠુ ખરીદવા જ આવે છે. પહેલા પાતાલકોટના લોકો ગામ બહાર દુનિયા સાથે બિલકુલ પણ સંપર્ક ધરાવતા ન હતા. તાજેતરમાં કેટલાક ગામો રસ્તાથી શહેરો સાથે જોડાવાને કારણે થોડો ઘણો સંપર્ક થવાનો શરૂ થયો છે.

આ પણ વાંચો - Viral Video: પ્રજનન માટે નીકળ્યા 5 કરોડ નરભક્ષી કરચલાઓ, રસ્તો જામ કરી નાખ્યો!

પાતાલકોટ (pataal kot) ના ગામો જમીનથી 3,000 ફૂટ નીચે આવેલા છે. થોડાક વર્ષો પહેલા કેટલાક ગ્રામજનો ઊંડી ખીણમાંથી બહાર આવીને ટેકરીના ઉપરના ભાગમાં સ્થાયી થયા હતા. સમગ્ર વિશ્વમાં કોવિડ-19 (COVID-19) ના અનેક કેસ સામે આવ્યા હતા. પાતાલકોટમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી.
First published: