આ ગામમાં હની સિંહના ગીતો સાંભળીને સૂવર પણ ભાગી જાય છે

નૈનીતાલ#ઉત્તરાખંડ# જંગલી જાનવરોના આતંકથી ઉત્તરાખંડના ખેડૂતો અને સરકાર બન્ને લાંબા સમયથી ઝઝુમી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેના નિરાકરણ માટે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે, પરંતુ તેનાથી કોઇ ઉકેલ આવ્યો નથી.

  • IBN7
  • Last Updated :
  • Share this:
નૈનીતાલ#ઉત્તરાખંડ# જંગલી જાનવરોના આતંકથી ઉત્તરાખંડના ખેડૂતો અને સરકાર બન્ને લાંબા સમયથી ઝઝુમી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેના નિરાકરણ માટે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે, પરંતુ તેનાથી કોઇ ઉકેલ આવ્યો નથી.

અંતે કંટાળીને ખેડૂતોએ એક અનોખો ઉકેલ શોધી કાઢ્યો છે, જે સાંભળીને થોડી નવાઇ લાગશે, પરંતુ આ સત્ય છે કે, નૈનીતાલના ખેડૂત બિશાન જંતવાલ હની સિંહ અને પંજાબી ગાયકોના ગીતો ફુલ સાઉંડમાં ચલાવીને સૂવરને ભગાવી રહ્યાં છે.

આ ગીતો થી ન માત્ર જંગલી સૂવર પરંતુ અન્ય જાનવર પણ તેમના ખેતરમાં પ્રવેશ કરતા નથી. નૈનીતાલના ધારી ગામમાં રહેતા 48 વર્ષીય ખેડૂત બિશાલ જંતવાલે જણાવ્યું કે, તેઓએ પોતાના વડિલો પાસેથી સાંભળ્યું હતું કે, જંગલી જાનવરો ત્યાં આવવાથી ખચકાઇ છે, જ્યાં માનવ રહે છે અને એટલે તેઓએ પોતાના ખેતરોમાં લાઉડસ્પીકર લગાવી તેમાં હની સિંહ અને પંજાબી ગાયકોના ગીતો ફુલ સાઉંડમાં ચલાવે છે.

જેના બાદ આજુ-બાજુના ઘણા ગ્રામજનોએ આ કિમિયાને કામમાં લીધો તો તેમના માટે પણ સફળ સાબિત રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નૈનીતાલમાં જંગલી સૂવરના આતંકથી બચવા માટે રાજ્ય સરકારે તેણે મારવા માટેના આદેશ પણ આપ્યા હતા, જેની કોઇ ખાસ અસર જોવા ન મળી.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જાનવરોએ બટાકા, ટામેટા અને ગઉંની ખેતીને એટલું નુકસાન પહોંચાડ્યું હતું કે, અહીંયાના ઘણા ખેડૂત દેવાદાર થઇ ગયા છે. હાલ નૈનીતાલમાં આ આઇડિયા ટોક ઓફ ધ ટાઉન છે.
First published: