Home /News /eye-catcher /આખું ગામ ચામાચીડિયાઓની કરે છે પૂજા, અહીં નથી નિપાહનો ડર

આખું ગામ ચામાચીડિયાઓની કરે છે પૂજા, અહીં નથી નિપાહનો ડર

અત્યારે દુનિયાભરમાં નિપાહ વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ વાયરસ એક દેશથી બીજા દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. નિષ્ણાંતો આ વાયરસની દવા શોધી રહ્યા છે.

અત્યારે દુનિયાભરમાં નિપાહ વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ વાયરસ એક દેશથી બીજા દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. નિષ્ણાંતો આ વાયરસની દવા શોધી રહ્યા છે.

અત્યારે દુનિયાભરમાં નિપાહ વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ વાયરસ એક દેશથી બીજા દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. નિષ્ણાંતો આ વાયરસની દવા શોધી રહ્યા છે. પરંતુ અહીં એક એવા ગામની વાત કરીશું જ્યાં ચામાચીડિયાની પૂજા થાય છે. અત્યારે દુનિયાભરના દેશો ચામાચીડિયાને આ મહામારીનું કારણ માની રહ્યાં છે. આ ગામના લોકોનું માનવું છે કે, ચામાચીડિયા તેમના ગામને દરેક પ્રકારની મહામારીથી બચાવે છે.

નવભારત ટાઇમ્સમાં આવેલા લેખ પ્રમાણે બિહાર રાજ્યના વૈશાલી જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં ચામાચીડિયાની પૂજા થાય છે. અહિંના લોકો માને છે કે ચામાચીડિયા સંપન્નતાનું પ્રતિક છે. ગામના લોકો આ પ્રાણીને લક્ષ્મીનો અવતાર માને છે. સ્થાનિક નિષ્ણાતોનું કહેવું છે કે ચામાચીડિયામાંથી જે ગંધ નીકળે છે એનાથી આ વાયરસ નષ્ટ થઇ જાય છે. જે વાયરસ મનુષ્યના શરીર માટે નુકસાન કારક માનવામાં આવે છે.

રાજાપાકર વિસ્તારના સરસઇ ગામમાં હજારોની સંખ્યામાં ચામાચીડિયા વસવાટ કરે છે. આ ગામ આ ચામાચીડિયાના કારણે પ્રખ્યાત છે. અહીં દરરોજ હજારો પ્રવાસીઓ ચામાચીડિયાઓને જોવા માટે આવે છે. ગામના લોકોનું માનવું છે કે, ચામાચીડિયા ગામની રક્ષા કરે છે.

ગામના લોકો ગામની સમુદ્ધીનો શ્રેય આ ચામાચીડિયાને આપે છે સ્થાનિક લોકોનું માનવું છે કે, ચામાચીડિયા જ્યાં રહે છે ત્યાં સમૃદ્ધિમાં ક્યારેય ઉણપ આવતી નથી. ગામનું કોઇપણ શુભ કામ આ ચામાચીડિયાઓની પૂજાથી જ થાય છે.

ગામનો લોકોને એ જાણકારી નથી કે અહીં ચામાચીડિયા કેટલા વસવાટ કરી રહ્યા છે. વૃદ્ધોનું કહેવું છે જ્યારેથી તેમનામાં સમજણ આવી ત્યારથી ગામમાં ચામાચીડિયાનો વસવાટ જોયો છે. પોતાના ઘરડાંઓ પાસેથી મળેલી માહિતીના આધાર પર આ લોકોનું માનવું છે કે મધ્યકાળમાં વૈશાલીમાં એક મહામારી ફેલાઇ હતી. આ દરમિયાન ચામાચીડિયા અહીં ભેગા થયા અને ત્યારથી અહીં જ વસવા લાગ્યા. ત્યારથી લઇને અત્યાર સુધી ચામાચીડિયા ગામને બધાજ પ્રકારની મુશ્કેલીમાંથી બચાવે છે.

જે તળાવના કિનારે પીપળા અને અન્ય વૃક્ષો પર ચામાચીડિયા વસવાટ કરે છે. તે તળાવનું નિર્માણ વર્ષ 1402માં રાજા શિવ સિંહએ બનાવડાવ્યું હતું. તળાવ અને લીલા ઝાડપાન વાળો હરિયાળો વિસ્તાર 50 એકર વિસ્તારમાં ફેલાયો છે.
First published:

Tags: Nipah viruS