Home /News /eye-catcher /

VIDEO: રાજસ્થાનના યુવકે ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર બનાવ્યું, ખેડૂતોને થશે અનેક ફાયદા

VIDEO: રાજસ્થાનના યુવકે ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર બનાવ્યું, ખેડૂતોને થશે અનેક ફાયદા

ખેડૂતપુત્રએ માત્ર બે હજાર રૂપિયામાં ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર બનાવવાની કરી શરૂઆત, આવી રીતે મળી સફળતા

ખેડૂતપુત્રએ માત્ર બે હજાર રૂપિયામાં ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર બનાવવાની કરી શરૂઆત, આવી રીતે મળી સફળતા

    નવી દિલ્હી. ડ્રાઇવર વગરની કાર વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ રાજસ્થાનના એક 19 વર્ષીય યુવકે ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર તૈયાર કર્યું છે અને આ ટ્રેક્ટર ખેતરોમાં ખેતીનું કામ પહેલાની જેમ જ પાર પાડી રહ્યું છે. આવો જાણીએ બારૉ શહેરના રહેવાસી યોગેશે કેવી રીતે આ ટ્રેક્ટરને બનાવ્યું...

    ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર તૈયાર કરવાનો આઇડિયા કેવી રીતે આવ્યો? – યોગેશે જણાવ્યું કે BSc પ્રથમ વર્ષનો અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેના પિતાની તબીયત ખરાબ થઈ અને તેઓએ ખેતીના કામ માટે તેમને ગામ પાછો બોલાવી લીધો. આ દરમિયાન યોગેશે બે મહિના સુધી ખેતરમાં ટ્રેક્ટરથી કામ કર્યું. ત્યારબાદ યોગેશને આઇડિયા આવ્યો કે ડ્રાઇવર વગરના ટ્રેક્ટરને તૈયાર કરીએ તો કેવું, જે એક રિમોટથી કન્ટ્રોલ કરી શકાય.


    બે હજાર રુપિયાની રકમથી શરુ કર્યો પ્રયોગ- યોગેશના જણાવ્યા મુજબ, જ્યારે તેણે પોતાના પિતાને તેના વિશે જણાવ્યું તો તેમણે યોગશને બે હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે, પહેલા એક વાર જણાવ કે ટ્રેક્ટર કેવી રીતે કામ કરશે. ત્યારબાદ જ આ પ્રયોગ પર વધુ પૈસા ખર્ચ કરી શકાશે. યોગેશે બે હજાર રૂપિયાની મદદથી કેટલાક ઉપકરણ ખરીદ્યા અને ટ્રેક્ટરને રિમોટથી આગળ-પાછળ ચલાવીને પોતાના પિતાને બતાવ્યું.

    આ પણ વાંચો, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, પહેલી એપ્રિલથી મોંઘા થઈ જશે Escortsના ટ્રેક્ટર

    સગા-સંબંધીઓ પાસેથી ઉધાર લઈને બનાવ્યું રિમોટ- જ્યારે પહેલા પ્રયોગમાં યોગેશ પાસ થઈ ગયો તો તેના પિતાએ સગા-સંબંધીઓથી પૈસા ઉધાર લઈને 50 હજારની રકમ એકત્ર કરી યોગેશને આપી. જેની મદદથી યોગેશે ડ્રાઇવશર વગરના ટ્રેક્ટરને તૈયાર કર્યું.

    આ પણ વાંચો, Holi 2021: નવાબોના શહેરમાં ‘બાહુબલી ગુજિયા’ છવાયા, વજન અને કિંમત જાણીને રહી જશો હેરાન

    ડ્રાઇવર વગરના ટ્રેક્ટરથી ખેડૂતોને થશે ફાયદો- આ પ્રયોગ બાદ ખેડૂતોને હવે ટ્રેક્ટર ચલાવવા માટે ડ્રાઇવરની જરૂરિયાત નહીં રહે. જેના કારણે ખેડૂતોના પૈસા તો બચશે, સાથોસાથ તેમનો સમય પણ બચી જશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Auto news, Innovation, Invention, OMG, Tractor, Viral news, ખેડૂત, રાજસ્થાન, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन