272 કિલોની મહિલાની અનોખી કસરતનો Video વાયરલ, 5 કરોડ લોકોએ જોયો

લેનથ્રા રીડ કહે છે કે, તેને વજન ઓછુ કરવાની પ્રેરણા પોતાની બાળકી પાસેથી મળી. તે કહે છે કે, તેણે પોતાનું વજન પોતાની દીકરી માટે ઓછુ કર્યું

News18 Gujarati
Updated: February 12, 2019, 3:24 PM IST
272 કિલોની મહિલાની અનોખી કસરતનો Video વાયરલ, 5 કરોડ લોકોએ જોયો
લેનથ્રા રીડ કહે છે કે, તેને વજન ઓછુ કરવાની પ્રેરણા પોતાની બાળકી પાસેથી મળી. તે કહે છે કે, તેણે પોતાનું વજન પોતાની દીકરી માટે ઓછુ કર્યું
News18 Gujarati
Updated: February 12, 2019, 3:24 PM IST
સોશિયલ મીડિયા પર એક એવી મહિલાનો એક્સરસાઈઝ કરતો વીડિયો વાયરલ થયો છે, જેનું વજન 600 પાઉન્ડ એટલે કે 272 કિલોથી વધારે છે. આ વીડિયોને 5 કરોડથી વધારે લોકોએ જોઈ ચુક્યા છે, અને 3 લાખથી વધારે લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. આ વીડિયોને જોઈ સારા-સારા ફિટનેસ એક્સપર્ટોએ પણ હાથ જોડી દીધા છે. વીડિયોમાં મહિલા જાત-જાતની એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. તો શું છે વીડિયોની કહાની તે જોઈએ.

આ વીડિયો લેનથ્રા રીડનો છે. તે મેરિડિયનની રહેવાસી છે. તેનું વજન છેલ્લા 2 વર્ષથી 272 કિલોથી ઓછુ નથી થઈ રહ્યું. એવામાં તેણે એક્સરસાઈઝ સ્ટાર્ટ કરી અને બે મહિનામાં જ તેણે પોતાનું 13 કિલો વજન ઓછુ કર્યું છે. લેનથ્રા રીડે પોતાની મહેનતથી માત્ર પોતાનું વજન ઓછુ નથી કર્યું પરંતુ દુનિયાભરના લોકો તરપથી તેને પ્રેમ પણ મળ્યો છે. તેમના વીડિયોને 3 લાખ 84 હજારથી વધારે વખત શેર કરવામાં આવ્યો છે.

લેનથ્રા રીડના વીડિયોને 5.2 કરોડથી વધારે લોકોએ જોયો છે. લેનથ્રા રીડે પોતાના ટ્રેનર ફ્રેંક હાર્બિનની મદદથી પોતાનું વજન ઓછુ કર્યું છે. રીડ કહે છે કે, જ્યારે તેને અહેસાસ થયો કે, વધતા વજનના કારણે માત્ર તેને ચાલવાની તકલીફ નહોતી પડી રહી, પરંતુ તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. એવામાં તેણે એક્સરસાઈઝનો રસ્તો પસંદ કર્યો.લેનથ્રા રીડ કહે છે કે, તેને વજન ઓછુ કરવાની પ્રેરણા પોતાની બાળકી પાસેથી મળી. તે કહે છે કે, તેણે પોતાનું વજન પોતાની દીકરી માટે ઓછુ કર્યું છે, જેથી તેના ચહેરા પર મુસ્કાન ખિલી શકે. રીડ કહે છે કે, જ્યારથી તેણે વજન ઓછુ કર્યું છે, તે પહેલાના મુકાબલે સારી રીતે શ્વાસ લઈ શકે છે.

 
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...