VIDEO: ચીનમાં આકાશ અચાનક લાલ થઈ ગયું, લોકો 'પ્રલય'ની આશંકાથી ડર્યા
VIDEO: ચીનમાં આકાશ અચાનક લાલ થઈ ગયું, લોકો 'પ્રલય'ની આશંકાથી ડર્યા
ચીનમાં આકાશ અચાનક લાલ રંગમાં ફેરવાયું
China Red Sky:આ અટકળોનો જવાબ આપતા, ઝુશાનના હવામાનશાસ્ત્ર બ્યુરોએ કહ્યું કે આ ઘટનામાં અલૌકિક કંઈ નથી. તેમણે કહ્યું કે ધુમ્મસ ખૂબ વધારે હતું અને વાદળો ઓછી ઉંચાઈ પર હતા. આ એક ઘટના છે જે પ્રકાશના રીફ્રેક્શનને કારણે થાય છે.
ચીનમાં (China) અચાનક આકાશના લાલ રંગે (China Red Sky) લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો. આકાશ લોહી જેવું લાલ હતું. કોરોનાના કહેરનો સામનો કરી રહેલા શાંઘાઈની નજીક આવેલા ઝુશાન શહેરમાં આ લાલ આકાશ જોવા મળ્યું હતું. આકાશને લોહી જેવું લાલ જોઈને લોકો જુદી જુદી અટકળો કરવા લાગ્યા. કેટલાક લોકો માનતા હતા કે કોરોના વિનાશ વેરશે અને કુદરત તેના સંકેત આપી રહી છે. આકાશ લાલ જોઈને નાના બાળકોએ કહ્યું કે તેઓ ડરી ગયા છે.
શનિવારે સમગ્ર શહેરમાં ધુમ્મસ સાથે લાલ આકાશ જોવા મળ્યું હતું. જ્યારે લોકોએ આ વીડિયોને ચીનમાં Tiktok જેવા સમાન વીડિયો પ્લેટફોર્મ Douyin પર શેર કર્યો તો તે ઝડપથી વાયરલ થયો. લોકોને ડર હતો કે આ કોરોના વાયરસ સંબંધિત ખરાબ શુકન હોઈ શકે છે.
આ અટકળોનો જવાબ આપતા, ઝુશાનના હવામાનશાસ્ત્ર બ્યુરોએ કહ્યું કે આ ઘટનામાં અલૌકિક કંઈ નથી. તેમણે કહ્યું કે ધુમ્મસ ખૂબ વધારે હતું અને વાદળો ઓછી ઉંચાઈ પર હતા. આ એક ઘટના છે જે પ્રકાશના રીફ્રેક્શનને કારણે થાય છે.
રાજ્યના મીડિયા સીસીટીવી અનુસાર, એક સ્થાનિક માછીમારી કંપનીએ પુષ્ટિ કરી છે કે તેમની ફિશિંગ બોટ દ્વારા લાઇટ રિફ્રેક્ટ કરવામાં આવી હતી. કંપનીના ડેપ્યુટી મેનેજરે જણાવ્યું કે આ લાલ બત્તી અમારી ફિશિંગ બોટમાંથી આવી રહી હતી. માછીમારી કરતી વખતે અમારે તેેને ચાલુ કરવી પડે છે. જ્યારે આ લાઇટો પ્રગટાવવામાં આવે છે, ત્યારે તે પાણી સાથે અથડાયા પછી આકાશમાં જાય છે, પરંતુ ધુમ્મસને કારણે તે લાલ દેખાવા લાગી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં આ ખૂબ જ સામાન્ય છે.
સોશિયલ મીડિયા પર અટકળો લગાવવામાં આવી રહી છે
એક યુઝરે લખ્યું કે આકાશ લોહી જેવું લાલ છે, જે બિલકુલ સારું નથી લાગતું. અન્ય એક યુઝરે લખ્યું કે આકાશનું લાલ હોવું સામાન્ય વાત નથી. સાત દિવસમાં ભૂકંપ આવવાનો છે. બીજાએ તો આકાશના રંગ સાથે વિશ્વના અંતની જાહેરાત કરી અને કહ્યું કે ટૂંક સમયમાં હોલોકોસ્ટ થવાનું છે. કેટલાકે લાલ આકાશને સકારાત્મક રીતે લીધું અને કહ્યું કે આપણા દેશનો રંગ લાલ છે, લાલ રંગ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર