થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં એક ડરાવી મુકે તેવી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટને તે સમયે અજગર ખાઈ ગયો, જ્યારે તે સવારે ફ્રેશ થવા માટે ટોયલેટ ગયો હતો. અજગર દ્વારા પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કરવામાં આવતા તે ઈજાગ્રસ્ત થયો છે. તેણે 15 ટાંકા લગાવવા પડ્યા છે.
અંગ્રેજી સમાચારપત્ર ડેલી મેલના સમાચાર અનુસાર, અજગર 10 ફૂટ લાંબો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે, 35 વર્ષના ટેર્ડસાકના ટોયલેટમાં આ અજગર છુપાયો હતો, ેવો ટ્રેડસાક ફ્રેશ થવા માટે કમોડની સીટ પર બેઠો, ત્યારે અજગરે પિનીસ પોતાના જબડામાં લઈ લીધો. જેથી તે દર્દથી ચીસો પાડવા લાગ્યો અને જેમ તેમ કરી અજગરને હાથેથી પકડી ની જાતને બચાવી. અજગરના દાંતથી તેને ગંભીર ઈજા પહોંચી.
પરિવારના લોકોએ તેને તૂરંત હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. હાલમાં ટેર્ડસાકની હાલત ખતરાથી બહાર બતાવવામાં આવી રહી છે.
" isDesktop="true" id="811211" >
આ ઘટના બાદ ટેર્ડસાક જણાવે છે કે, મારે વધારે સાવધાન રહેવાની જરૂર હી. બે મહિના પહેલા પણ મે ઘરના બીજા ટોયલેટમાં સાંપ જોયો હતો, પરંતુ મને ખબર ન હતી કે, ટોયલેટ આપસમાં જોડાયેલા છે.