Home /News /eye-catcher /Children's Day પર વાનર અને બતકના બાળકોનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

Children's Day પર વાનર અને બતકના બાળકોનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

આટલો ક્યૂટ પ્રેમ!

Cute Animal Viral Video: આજે (14 નવેમ્બર) 'બાલ દિવસ' (Children's Day) નિમિત્તે IFS અધિકારી સુશાંત નંદાએ તેમના ટ્વિટર હેન્ડલ પર એક હૃદય સ્પર્શી પ્રેમનો વીડિયો શેર કર્યો છે, જેમાં એક વાનર અને બતકનું બચ્ચું એકબીજા સાથે રમતા જોવા મળી રહ્યા છે. આ બન્ને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા જોવા મળી રહી છે.

વધુ જુઓ ...
    Ducklings And Baby Monkey Viral Video: ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મદિવસ છે. આ દિવસને 'બાલ દિવસ' તરીકે ઉજવવામાં આવે (Children's Day) છે. સમગ્ર દેશમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી મનમોહક રીતે કરવામાં આવે છે. આ દિવસે બાળકોને ખૂબ પ્રેમ, ભેટો અને લાડનો વરસાદ કરવામાં આવે છે. જેને લઈને, સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જંગલમાં પ્રાણીઓ વચ્ચેની લડાઈના તમે ગમે તેટલા વિડિયો જોતા હોવ, પરંતુ સત્ય એ છે કે પ્રાણીઓમાં પણ ઘણો પ્રેમ હોય છે. માત્ર પોતાની જાતિના પ્રાણીઓમાંથી જ નહીં, પણ અન્ય જાતિના પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યો છે. હાલમાં જ વાયરલ થયેલો આ વીડિયો જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે.

    આ દિવસોમાં એક ક્યૂટ વિડીયો (Ducklings and baby monkey eat watermelon video) ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મનુષ્ય જેવા પ્રાણીઓમાં પ્રેમાળ મિત્રતા જોવા મળી રહી છે, જેમાં એક વાનર અને બતકના વચ્ચા વચ્ચે પ્રેમ અને મસ્તી જોવા મળી રહ્યો છે (Baby monkey and ducklings playing video), જે જોઈ શકાય છે. આ વીડિયો જોતા જ તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

    આ પણ વાંચો:  Snake Video: સૂતેલી મહિલાના મોંમાં 4 ફૂટ લાંબો સાપ ઘૂસ્યો, ડોક્ટરોએ ડરતા ડરતા કાઢ્યો બહાર!

    આ વીડિયો IFS અધિકારી (Indian Forest Service (IFS) officer) સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક વાનરનું બાળક અને કેટલાક બતકના બચ્ચાં જોવા મળે છે, જેઓ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. વાંદરો આગળ દોડે છે અને બતક તેની પાછળ દોડે છે. એટલું જ નહીં તે તેની સાથે રમતા પણ જોવા મળે છે. આ બધા બતકના બચ્ચા પણ તેને વળગીને મજા કરતા જોવા મળે છે.



    વિડિયોમાં બધા એકબીજા પર મજાક કરી રહ્યા છે અને ગહેરી ઊંઘમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 21.4K વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ વીડિયો પર વિવિધ ફની રિએક્શન આપી રહ્યા છે. આ વિડિયો ખૂબ જ જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: OMG VIDEO, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन