પોતાનો સામાન વેચવો સરળ નથી. સામાન વેચવા માટે વેપારીઓને ખાસી એવી મહેનત કરવી પડે છે. આમાં જે પોતાની અલગ સ્ટાઇલ (Viral Video of Gutka Vendor) બનાવી લે છે, તે જાણીતો થઈ જાય છે. સોશિયલ મીડિયા (Viral Video on Social Media) ઉપર આજકાલ એવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ગુટખાવાળો એક વ્યક્તિ બિલ્કુલ નવા અંદાજમાં માર્કેટિંગ (Marketing with Warning) કરી રહ્યો છે.
સામાન્ય રીતે લોકો પોતાનો સામાન વેચવા માટે તેના સારા પાસા વિશે વાત કરે છે, પરંતુ આ વ્યક્તિ ગુટખા (Gutkha Vendor Video)ની પેટભરીને ખરાબ બાબતો કહે છે. તે ગુટકાના કારણે થતાં તમામ નુકસાન ગણાવી રહ્યો છે અને પછી લોકોને કહી રહ્યો છે કે જો તેઓ આટલું નુકસાન સહન કરવા તૈયાર હોય તો તેની પાસેથી ગુટખા ચોક્કસ ખરીદો.
‘મરવું હોય તો મારો ગુટખા ખાઓ’
વાયરલ વીડિયોમાં ગુટખા વેચવાવાળી વ્યક્તિ પેસેન્જર ટ્રેનમાં ગુટખાના ખરાબ પાસા જણાવતા ગુટખા વેચી રહ્યો છે. તે જોરજોરથી રાડો પાડી રહ્યો છે કે, ગુટખા ખાઓ અને કેન્સરને બોલાવો. એટલું જ નહીં, તે એ પણ કહે છે કે, ઘરમાં જે નશાના બંધાણી અને નાલાયક છે, તેઓ અહીં આવીને ગુટખા જરૂર ખરીદે. જેને પોતાની જિંદગીથી પ્રેમ નથી અથવા તો મોતની રાહ જુએ છે તે અહીં આવે અને ગુટખા ખાએ.
વીડિયોમાં તે બીજા એક લોકેશન ઉપર પણ આ જ ડાયલોગ સાથે ગુટખા વેચી રહ્યો છે. ગુટખા વેચવાની આ અજીબોગરીબ શૈલીને જોઈને લોકો હસી રહ્યા છે. વેન્ડર ગુટખાને ધીમું ઝેર કહી રહ્યો હતો, તો પણ ખાનારા તેને ખરીદી રહ્યા હતા.
આ વીડિયો 1992 બેચના IPS ઓફિસર રૂપિન શર્માએ (Rupin Sharma IPS) સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેની સાથે તેમણે એક મજેદાર કેપ્શન પણ લખ્યું છે– ચેતવણી સાથે ગુટખા માર્કેટિંગ (Gutkha marketing with warning). આ વીડિયોને અત્યાર સુધીમાં 9000 થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેના પર કમેન્ટ કરીને લોકો લખી રહ્યા છે કે આ માણસની માર્કેટિંગ સ્ટાઈલ શાનદાર છે. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે દેશમાં નેચરલ ટેલેન્ટની બિલકુલ કમી નથી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર