Home /News /eye-catcher /કંઇ દયા જેવુ છે કે નહીં? સગર્ભા શ્વાનને ગળે હૂક બાંધી ખેંચી, લોહી પાડવા લાગ્યું તો પણ બતાવી ક્રૂરતા
કંઇ દયા જેવુ છે કે નહીં? સગર્ભા શ્વાનને ગળે હૂક બાંધી ખેંચી, લોહી પાડવા લાગ્યું તો પણ બતાવી ક્રૂરતા
noida dog video
VIRAL VIDEO OF DOG MISTREATED: નોઇડાની લોટસ બુલવર્ડ સોસાયટીમાં સગર્ભા શ્વાન સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી. આ ઘટનાનો VIDEO સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
શ્વાન (Dogs)ને સૌથી વફાદાર પ્રાણી અને માણસોના સૌથી સારા મિત્રો માનવામાં આવે છે. પરંતુ ક્યારેક તે ઘાતક પણ સાબિત થઇ શકે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો નોઇડાની લોટસ બુલવર્ડ સોસાયટીમાં. હકીકતમાં અહીં રખડતાંશ્વાન 7 મહિનાના બાળકને મોત (Dog Killed 7 Month old Baby)ને ઘાટ ઉતારી દીધું હતું. ત્યારબાદ રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે કેમ્પસના શ્વાનને અન્ય કોઈ જગ્યાએ ખસેડવામાં આવે છે. નોઇડા ઓથોરિટી (Noida Authority)એ સોસાયટીમાં શ્વાન પકડનારાઓ મોકલીને અને તેમને સેક્ટર 94માં શ્વાનના આશ્રયસ્થાનમાં લઈ જવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કાર્યવાહી લોટસ બુલવર્ડ સોસાયટીમાં એક સગર્ભા શ્વાનને કેચર્સ દ્વારા ગળામાં દોરડા બાંધીને ખેંચીને લઈ (dragged by throat pregnant dog) જવામાં આવી હતી.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે શ્વાન ગૂંગળાઈ રહી છે અને લોહી પણ વહી રહ્યું છે. જ્યારે એક રહેવાસીને શ્વાન પકડવા આવેલા લોકોને દોરડાથી ખેંચવાને બદલે નેટનો ઉપયોગ કરવા માટે આજીજી કરી હતી. પરંતુ શ્વાન પકડનારાઓ રહેવાસી તરફ કોઈ ધ્યાન આપતા નથી અને સગર્ભા શ્વાનને ખેંચીને લઇ જાય છે. આ વિડીયો સોસાયટીના એક રહેવાસીએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
પ્રોટોકોલમાં ડોગ કેચર્સને માત્ર બટરફ્લાય નેટનો ઉપયોગ કરવાની બદલો કેચર્સ શ્વાનને પકડવા માટે હૂકનો ઉપયોગ કરી રહ્યા હતા. શ્વાનને પકડવા આવેલી વાન નોઈડાના સેક્ટર 94ના એનિમલ શેલ્ટરની છે, જે નોઈડા ઓથોરિટી હેઠળ આવે છે. ગ્રેટર નોઈડામાં હોમ શેલ્ટર ચલાવનારા એનિમલ એક્ટિવિસ્ટ કાવેરી રાણા ભારદ્વાજે જણાવ્યું હતું કે, "આ પણ એટલું જ ક્રૂર કૃત્ય છે. આ લોકો આ સગર્ભા શ્વાનને કેવી રીતે લઈ જઈ રહ્યા છે તે ખૂબ જ બેશરમ બાબત છે ".
એનિમલ શેલ્ટરના સ્વયંસેવક અનુરાધા ડોગરાએ જણાવ્યું હતું કે, "તે અમારો શેલ્ટર કેચર હતો. તે ડ્રાઇવર હતો જેણે ગર્ભવતી શ્વાન સાથે આવું કર્યું હતું. તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. શ્વાનની હાલત હવે સ્થિર છે. તે ફક્ત થોડા દિવસોની ગર્ભવતી છે અને અમે તેનું હેલ્થ ચેકઅપ કરી રહ્યા છે ".
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર