Home /News /eye-catcher /Marriage Photography: છોકરાએ લગ્નમાં એવી ફોટોગ્રાફી કરી કે લોકો જોતા જ રહી ગયા!

Marriage Photography: છોકરાએ લગ્નમાં એવી ફોટોગ્રાફી કરી કે લોકો જોતા જ રહી ગયા!

બાળકનો વીડિયો વાયરલ થયો

Marriage photography: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં છોકરો વેડિંગ ફોટોગ્રાફી કરી રહ્યો છે, પરંતુ જે રીતે તેણે ફોટા પાડી રહ્યો છે તે જોઈને લોકો હસી હસીને લોટપોટ થઇ ગયા છે.

    નવી દિલ્હી: લગ્ન દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ ખાસ પ્રસંગ હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે માત્ર દુલ્હા દુલ્હન જ નહીં, પરિવારજનો, મહેમાનો અને મિત્રો પણ તમામ પ્રયાસો કરે છે. જોકે, કેટલીકવાર લગ્નોમાં પણ કેટલીક એવી ઘટનાઓ બને છે જે યાદગાર બની જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખુબ હસી રહ્યા છે.

    લગ્નની યાદોને સાચવવા લોકો ફોટોગ્રાફી કરે છે. આજકાલ લગ્નમાં અનેક પ્રકારની ક્રિએટિવ વેડિંગ ફોટોગ્રાફી કરવામાં આવે છે. લોકો પોતાના લગ્નના વીડિયો માટે અવનવા ટ્રેન્ડ અનુસરતા હોય છે. પરંતુ ઘણીવાર લગ્ન દરમિયાન કેટલીક એવી ઘટનાઓ થઇ જાય છે, જેમાં વર-વધુ સાઈડ પર રહી જાય છે અને લગ્નમાં બીજા લોકો જ ધ્યાન ખેંચી જાય છે. એવો જ એક કિસ્સો ચર્ચામાં છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં છોકરો વેડિંગ ફોટોગ્રાફી કરી રહ્યો છે, પરંતુ જે રીતે તેણે ફોટા પાડી રહ્યો છે તે જોઈને લોકો હસી હસીને લોટપોટ થઇ ગયા છે.

    આ પણ વાંચો: Bungee Jumping કરતી મહિલાનું હવામાં તૂટી ગયું દોરડું

    વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે છોકરો એવી રીતે ફોટો લેવામાં મગ્ન છે કે તેને તેની આસપાસનું કંઈ હોશ જ ન હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો વિચિત્ર રીતે વીડિયો બનાવી રહ્યો છે. આ છોકરો ક્યારેક જમીન પર સૂતો હોય છે તો ક્યારેક બેઠો હોય છે. ક્યારેક ઊંધો પડી જાય છે તો ક્યારેક દોડવા લાગે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરાના હાથમાં મોબાઈલ છે. તે મોબાઈલથી ફોટા અને વીડિયો શૂટ કરી રહ્યો છે, જ્યારે કે લગ્નમાં આવેલા મહેમાનો નજીકમાં દેખાઈ રહ્યા છે. તેની દરેક વિચિત્ર હરકતોને લોકો આંખો ફાડીને જોઈ રહ્યા છે.



    લગ્નમાં આવેલા આશ્ચર્યચકિત લોકો વરવધુને ભૂલીને તેને જોઈ રહ્યા છે. જો કે છોકરાને કોઈ વાતે કોઈ ફર્ક પડતો હોય તેમ લાગતું નથી, તે માત્ર ફોટોગ્રાફીમાં વ્યસ્ત છે.

    આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ @AwanishSharan પર પોસ્ટ કર્યો છે. તેમણે આ વીડિયોનું શીર્ષક આપ્યું છે “અદ્દભુત કૅમેરામૅન”. થોડીક સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને લોકો તે જોઈને ખૂબ હસી રહ્યાં છે.
    First published:

    Tags: Bride, Groom, Marriage, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन