Home /News /eye-catcher /Video : સાપને શિંગડા હોઈ શકે ખરા, સોશિયલ મીડિયા પર વિચિત્ર સાપનો વીડિયો વાયરલ; તમે પણ જોઈને દંગ રહી જશો
Video : સાપને શિંગડા હોઈ શકે ખરા, સોશિયલ મીડિયા પર વિચિત્ર સાપનો વીડિયો વાયરલ; તમે પણ જોઈને દંગ રહી જશો
શિંગળાવાળા સાપનો આ વીડિયો જોઈને લોકોએ કરી જાતભાતની કોમેન્ટ
viral video : વાયરલ થયેલા વીડિયોમાં સાપના શિંગડા દેખાઈ રહ્યા છે. લોકોને શિંગડાવાળા સાપનો હેરાન કરી દેનારો વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર દિવસેને દિવસે હેરાન કરી દેનારી વિચિત્ર વસ્તુઓ વાયરલ થતી રહે છે. આ દિવસોમાં એક અનોખા સાપનો વીડિયો લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. વીડિયોમાં સાપના શિંગડા દેખાઈ રહ્યા છે. લોકોને શિંગડા વાળા સાપનો આ હેરાન કરી દેનારો વીડિયો બહુ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. તમે પણ આ જાણીને હેરાન થઈ જશો કે સાપને શિંગડા કેવી રીતે હોઈ શકે.
અત્યાર સુધી તમે શિંગડાવાળી ગાય જોઈ હશે, બળદ જોયા હશે, પરંતુ શુ ક્યારેય શિંગડાવાળો સાપ જોયો છે? સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમા શિંગડા વાળો સાપ જમીન પર ભાગતો દેખાઈ રહ્યો છે. લોકો માટે આ વાત પર વિશ્વાસ કરવો બહુ જ મુશ્કેલ છે, કે સાપને શિંગડા હોય છે, આ કારણથી આ વીડિયો લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયો પર ઘણા બધા લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક લોકો તેને નકલી પણ કહી રહ્યા છે.
જાણકારી અનુસાર, આ વીડિયો એકદમ વાસ્તવિક છે અને આ શિંગડાવાળો સાપ પણ અસલી છે. હકીકતમાં, આ વાત સાચી છે કે સાપને પણ શિંગડા હોય છે. કોઈના માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ વાત એકદમ સાચી છે. રણપ્રદેશમાં એક વિશેષ જાતિના સાપ મળી આવે છે. જેને વાઈપર સાપ કહેવામાં આવે છે. રેગિસ્તાની વાઈપર સાપોના માથા પર બે શિંગડા હોય છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર