આજના જમાનામાં માણસ-માણસનું કામ કરતો નથી ત્યારે પ્રાણી બીજા પ્રાણીને ઉપયોગી થઈ રહ્યા છે. આવી જ એક ભાવુક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાય નાના ગલુડીયાને દુધ પિવડાવતી જોવા મળે છે. નાના ગલુડીયા ભુખથી તડપી રહ્યા હતા ત્યારે ગાય દુધ પીવડાવે છે.
આ 20 સેકન્ડના વીડિયોને ત્યાં પાસે ઉભેલો એક વ્યક્તિએ બનાવ્યો છે. વીડિયો માં વ્યક્તિ ગુજરાતી બોલે છે તે પરથી આ વીડિયો ગુજરાતના કોઈ ગામ કે શહેરનો હોઈ શકે છે. આ વીડિયો ઘણો ભાવુક અને પ્રેમાળ છે. જેના કારણે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં કેટલાક યૂઝર્સ જણાવી રહ્યા છે કે આ ચાર ગલુડીયાની માતા મરી ગઈ છે. આ પછી આ ગાય જ આ ગુલડીયાની સંભાળ રાખે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો હિટ થયો છે.