Home /News /eye-catcher /VIRAL VIDEO: કોયડો ઉકેલવા બાળકીએ કરી ખાસ ટ્રિક કે જોનારાએ વારંવાર જોયો વીડિયો
VIRAL VIDEO: કોયડો ઉકેલવા બાળકીએ કરી ખાસ ટ્રિક કે જોનારાએ વારંવાર જોયો વીડિયો
નાનકડી બાળકીની ટ્રિક સોશિયલ મીડિયા પર વાયરલ
OMG: આ વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ (Viral Video) થયો છે. લોકોને આ વીડિયો ખૂબ જ ગમે છે. આ વીડિયો પર બહોળા પ્રમાણમાં કૉમેન્ટ્સ થઈ રહી છે. યુઝર્સ બાળકના મગજની પ્રશંસા (Internet Stunned) કરી રહ્યા છે
બાળકોને નવું શીખવવા માટે માતાપિતા અને શિક્ષકો નવી નવી યુક્તિ (Tricks)ઓ અજમાવતા હોય છે. તેઓ બાળકોના કોમન સેન્સ અને બુદ્ધિની પરીક્ષા (exam) લે છે. તાજેતરમાં એક બાળકીનો વીડિયો વાયરલ (Viral video) થયો હતો. જેમાં તેણે સેકન્ડોમાં અને એક જ પ્રયાસમાં ગણિતનો કોયડો (Puzzel) ઉકેલ્યો હતો. વીડિયોમાં બે બાળકીઓ તેમના શિક્ષક દ્વારા આપવામાં આવેલા સરળ કોયડાને ઉકેલવામાં નિષ્ફળ ગઈ હોવાનું પણ બતાવવામાં આવ્યું છે. બાળકો તેમના શિક્ષક દ્વારા આપવામાં આવેલ ગણિતનો સરળ કોયડો ઉકેલવા મગજ દોડાવતા હોવાનું જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં એક શિક્ષક ત્રણ નાની બાળકીઓને ડાયગ્રામિક કોયડો આપે છે. શિક્ષક તેમને પેન ઉપાડ્યા વિના વર્તુળની અંદર ડોટ દોરવાનું કહે છે. શિક્ષકની સામે બેઠેલી ત્રણ બાળકીમાંથી એક આ આકૃતિ દોરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે વર્તુળની અંદર ડોટ દોરતી વખતે નિષ્ફળ જાય છે. જ્યારે બીજી બાળકી વર્તુળને બદલે લંબચોરસ દોરે છે.
ત્રીજા બાળકી પોતાના વારામાં ઝડપથી કાગળનો ખૂણો ફેરવે છે અને ટ્રિકનો ઉપયોગ કરી પેન ઉપાડ્યા વિના વર્તુળની અંદર ડોટ દોરે છે. વીડિયોમાં અન્ય બે બાળકીઓ ત્રીજી બાળકીની બુદ્ધિ જોઈ આશ્ચર્યચકિત જાય છે અને શિક્ષક પણ બાળકીને બિરદાવે છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. લોકોને આ વીડિયો ખૂબ જ ગમે છે. આ વીડિયો પર બહોળા પ્રમાણમાં કૉમેન્ટ્સ થઈ રહી છે. યુઝર્સ બાળકના મગજની પ્રશંસા કરી રહ્યા છે અને તેને બુદ્ધિશાળી ગણાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેની તુલના આઇન્સ્ટાઇન સાથે કરી છે. ઘણા લોકોએ શિક્ષકને પણ બિરદાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાનો વ્યાપ વધવા સાથે લોકોને અવનવી જાણકારી મળી રહી છે. સોશિયલ મીડિયા મનોરંજનનો વિકલ્પ બની ગયું છે. જોકે, ઘણી વખત લોકોને સોશિયલ મીડિયામાંથી જ્ઞાન પણ મળે છે, તો ક્યારે સોશિયલ મીડિયા કોઈની પ્રતિભા બહાર લાવવાનું કામ કરે છે. સોશિયલ મીડિયા પર તમે અવનવી ટિપ્સ એન્ડ ટ્રિક્સના વીડિયો પણ જોઈ શકો છે અને આવા વીડિયો ખૂબ વાઇરલ થાય છે. ખાસ કરીને બાળકોના વીડિયો લોકો ખૂબ જુએ છે. ત્યારે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલો આ વીડિયો પણ લોકોને પસંદ પડ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર