Home /News /eye-catcher /

Video: દબાયેલા પગે ઘીરેથી ચિત્તાએ હરણનો કર્યો શિકાર, કેમેરામાં કેદ થયો Leopardનો શાતિર હુમલો

Video: દબાયેલા પગે ઘીરેથી ચિત્તાએ હરણનો કર્યો શિકાર, કેમેરામાં કેદ થયો Leopardનો શાતિર હુમલો

હરણના શિકારની તસવીર

વન્યપ્રાણીઓ (Wildlife)ને કવર કરવા માટે ઘણી ધીરજની જરૂર પડે છે. ફોટોગ્રાફરો (photographer)એ પ્રાણીઓની દરેક હિલચાલને ખૂબ જ સ્પષ્ટતા સાથે કેમેરામાં કેદ કરવાની હોય છે. આવી સ્થિતિમાં, કેમેરાની શાનદાર કમાલ બતાવ્યો છે એક વીડિયોગ્રાફરે, જેણે ચિત્તાના હુમલા (Leopard attack)ને તેના કેમેરામાં કેદ કરી લીધો છે.

વધુ જુઓ ...
    મુંબઈ. જંગલરાજ અને જંગલી પ્રાણી (animal videos)ઓ બંને તમારા અનુસાર જઈ શકતા નથી. જો તમારે તેમની હરકતો કેદ કરવી હોય તો તમારે ધીરજ બતાવવી પડશે. ઘણી વખત ફોટોગ્રાફર્સ (wildlife photography) કે વીડિયોગ્રાફર તેમના કેમેરા દ્વારા આપણને એવું જ કંઈક બતાવી દે છે જે આપણે ભાગ્યે જ નરી આંખે જોઈ શકીએ છીએ. ભલુ થાય તે કેમેરામેનનું જે આપણને વાઈલ્ડલાઈફ (wildlife)ની સુંદર દુનિયાથી રુબરુ કરાવે છે.

    આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ચિત્તા અને હરણ વચ્ચે સંતાકૂકડી રમાઈ રહી છે. જેમાં એક દીપડાએ એકદમ શાંતિ સાથે હરણને પોતાના નિશાન પર લીધું હતું. ધીરજથી તેનો શિકાર (Ambush hunting video) કર્યો. અને જોનારાઓ જોતા જ રહ્યા ગયા. શિકારનો વીડિયો આઈએફએસ અધિકારીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

    ચિત્તાએ છુપાઈને ઘીમા પગે કર્યો હુમલો
    ચિત્તા પોતાના શિકારને એકવાર જોયા બાદ તેના હાથમાંથી તેને જવા નથી દેતાો. ચિત્તાની વિશેષતા તેની ચાલ અને સમજશક્તિ છે. હંમેશા ઝડપથી દોડતા ચિત્તાની તમને એવી ચાલ બતાવીશું કે જે તમે પહેલા ક્યારેક નહિ જોઈ હશ. સામાન્ય રીતે, જ્યારે તેના શિકારની આસપાસ હોય છે, ત્યારે તે વીજળીની ઝડપે દોડતો જોવા મળે છે.



    પરંતુ આ વીડિયોમાં ચિત્તો વૃક્ષના ઓટમાં ધીરે ધીરે પોતાના શિકાર તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. તેનું કારણ એ છે કે તેના શિકાર હરણને તેની હાજરીથી અજાણ રાખવું. જો આમ નહીં થાય તો ચિત્તો અંદર આવે તે પહેલાં હરણ એલર્ટ થઈ જશે. પછી તેને કારણ વગર પકડવામાં બમણો સમય લાગશે. તેથી ચિત્તો આખા સ્નાયુ સાથે શિકાર તરફ ગયો અને આખરે જીતી ગયો.

    આ પણ વાંચો: LION VIDEO: જંગલમાં ફરવા ગયેલા પ્રવાસીઓનો સામનો થયો સિંહ સાથે!

    ચિત્તાના શિકારની લાઈવ તસવીરો

    ચિત્તાએ હરણનો શિકાર કરતો આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે, આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ જ્યારે તેને ઓરિસ્સામાં પોસ્ટ કરેલા IFS ઓફિસર સુશાંતા નંદા (Susanta Nanda, IFS)એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો તો 54 સેકન્ડના આ ઍમ્બ્યુશ વીડિયોથી દર્શક ચોંકી ગયા. જેમાં એક હરણ કોઈ પણ જાતનો ભય અનુભવ્યા વગર આરામથી તેનો આહાર લઈ રહ્યું હતું. ત્યારે જ એક ચિત્તાએ પોતાનો આહાર જાતે બનાવવાની તૈયારી કરી હતી.

    આ પણ વાંચો: Lion Video: સિંહને સામે જોઈને ‘મૂર્તિ’ બની ગયો શખ્સ

    હરણ તેનો ખોરાક ખાવામાં વ્યસ્ત હતું, તેથી તે જ ચિત્તો ખૂબ જ જુસ્સા સાથે તેને પોતાનો ખોરાક બનાવવા માટે આગળ વધી રહ્યો હતો. અંતે ચિત્તાએ હરણને પોતાનો શિકાર બનાવ્યો. પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કરનાર IFS ઓફિસર સુસંતા નંદાએ તેને પરફેક્ટ હુમલો ગણાવ્યો હતો. તેમણે વીડિયોગ્રાફર કે જેણે તેને કેપ્ચર કર્યો હતો તેમની પણ પ્રશંસા કરી હતી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing Video, Viral videos, Wildlife photography, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन