VIDEO : બિલ્ડિંગની છત પર બનાવ્યો હતો સ્વીમિંગ પૂલ, ભૂકંપમાં થયા આવા હાલ

લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ ઉપરથી પાણીને પડતું જોઈને અફરા તફરી મચી ગઈ હતી.

News18 Gujarati
Updated: April 25, 2019, 9:15 AM IST
VIDEO : બિલ્ડિંગની છત પર બનાવ્યો હતો સ્વીમિંગ પૂલ, ભૂકંપમાં થયા આવા હાલ
વાયરલ થયેલા વીડિયોમાંથી લેવાયેલી તસવીર
News18 Gujarati
Updated: April 25, 2019, 9:15 AM IST
ભૂકંપના આંચકાઓએ ફિલિપાઇન્સને હચમચાવી દીધું છે. ભૂકંપના ઝટકાઓની સૌથી વધારે અસર મનાલીની એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં જોવા મળી હતી. ભૂકંપના ઝટકાઓને કારણે બિલ્ડિંગના 48માં માળ પર બનેલા સ્વીમિંગ પુલનું પાણી ઉપરથી નીચે પડવા લાગ્યું હતું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મનીલાની એક બહુમાળીય બિલ્ડિંગનો છે. ભૂકંપના તીવ્ર આંચકાઓ બાદ બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું. લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ ઉપરથી પાણીને પડતું જોઈને અફરા તફરી મચી ગઈ હતી. આ વીડિયોને અત્યારસુધી નવ લાખથી વધારે વખત જોવામાં આવી ચુક્યો છે.



નોંધનીય છે કે ફિલિપાઇન્સના ઉત્તર ભાગમાં 6.1ની તીવ્રતાના આ ભૂકંપના આંચકાના કારણે 16 લોકોનાં મોત થઈ ગયા છે. ભૂકંપનું કેન્દ્ર પૂર્વિય સમાર પ્રાંતના સાન જૂલિયન નગરની પાસે બતાવવામાં આવી રહ્યું છે. ભૂકંપનો ઝટકો એટલો તીવ્ર હતો કે અહીંની અનેક બિલ્ડિંગોમાં તીરાડો પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અમુક જગ્યાએ રસ્તાઓ પણ તૂટી ગયા હતા. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. મામલાની ગંભીરતાને જોતા આખા શહેરમાં વીજળીનો પુરવઠો રોકી દેવામાં આવ્યો હતો.
First published: April 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...