Home /News /eye-catcher /ખુલ્લેઆમ રોમાન્સ! બુલેટ બાઇક પર રોમાન્સ કરી રહેલું યુગલ મુશ્કેલીમાં મૂકાયું!
ખુલ્લેઆમ રોમાન્સ! બુલેટ બાઇક પર રોમાન્સ કરી રહેલું યુગલ મુશ્કેલીમાં મૂકાયું!
બાઇક રોમાન્સનો વીડિયો વાયરલ.
Romance on Bike: આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાનું રોયલ ઇનફિલ્ડ બાઇક લઈને જઈ રહ્યો છે. આ દરમિયાન તેની મહિલા પાર્ટનર તેના ખોળામાં બેઠી છે.
પટના: બિહારમાં રોયલ ઈનફિલ્ડ બાઇક (Romance on Bullet bike) પર ખુલ્લેઆમ રોમાન્સ કરનાર એક યુગલને સ્થાનિક લોકોએ બરાબરનો પાઠ ભણાવ્યો છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social media)માં ખૂબ વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ બાઈક ચાલકનો અટકાવ્યો હતો અને બંનેને પોતાના વર્તન બદલ અપશબ્દો પણ કહ્યા હતા. બુલેટ પર ખુલ્લેઆમ રોમાન્સ જોઈને સ્થાનિક લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. જે બાદમાં બંનેને પાઠ ભણાવવામાં આવ્યો હતો.
આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાનું રોયલ ઇનફિલ્ડ બાઇક લઈને જઈ રહ્યો છે. આ દરમિયાન તેની મહિલા પાર્ટનર તેના ખોળામાં બેઠી છે. એટલે કે મહિલા પાર્ટનર બાઇકની ટાંકી પર તેના પુરુષ પાર્ટનર તરફ મોઢું રહે તે રીતે બેઠી હતી. બંને બુલેટ લઈને બિહારના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યા હતા. જે બાદમાં તેની પાછળ આવી રહેલા અમુક ચાલકોએ બંનેને વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં શૂટ કરી લીધો હતો.
મહિલાને જ્યારે માલુમ પડ્યું કે કોઈ તેનો વીડિયો ઉતારી રહ્યું છે ત્યારે તેણીએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, આ દરમિયાન ગામના લોકોએ જાહેરમાં અસભ્ય વર્તન કરવા બદલ બંનેને ખૂબ સંભળાવ્યું હતું. લોકોથી ઘેરાયેલા જાણીને યુગલે ગામના લોકોને વિનંતી કરવાની શરૂઆત કરી હતી અને માફી માંગી હતી. સાથે જ એવું પણ જણાવ્યું હતું કે બંને આ ગામ બાજુ ફરીથી પાછા ક્યારેય નહીં આવે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ બંનેને તેમના અશોભનીય વર્તન બદલ સલાહ આપી રહ્યો છે.
" isDesktop="true" id="1121646" >
જોકે, આ બનાવનું સ્થળ જાણી શકાયું ન હતું. વીડિયોમાં બાઇક ચાલક યુવક લોકોને પોતે ગયા જિલ્લાનો હોવાનું જણાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઇન્ટરનેટ પર યૂઝર્સની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુક યૂઝર્સ ગામ લોકોને 'એન્ટી-રોમિયો સ્ક્વૉડ કરી રહ્યા છે.' જ્યારે અમુક લોકો યુગલના આવા વર્તન સામે પણ સવાલ કરી રહ્યા છે. એક યૂઝરે ગામના લોકોએ પોતાની હદ વટાવી હોવાનું જણાવ્યું હતું. યૂઝરનું કહેવું હતું કે જ્યારે કોઈ છોકરીની છેડતી થાય છે ત્યારે આ જ લોકો પોતાની આંખ પર પાટા બાંધી લે છે.
ઉલ્લેખનીય છે કે 2015ના વર્ષમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં મધ્ય પ્રદેશનું એક યુગલ ગોવા આવ્યું હતું. આ દરમિયાન યુગલે જાહેરમાં આવું જ વર્તન કર્યું હતું. કોઈ વાહન ચાલકે તસવીર ક્લિક કરી લેતા બાદમાં ગોવા પોલીસે આ યુગલને શોધીને તેને 1,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સુરતનો વીડિયો થયો હતો વાયરલ
સુરતમાં પણ બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવક અને યુવતી ચાલુ બાઇકે ખુલ્લેઆમ પ્રેમ (Love) કરી રહ્યા હતા. આ વીડિયો સુરતના પાલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. વીડિયો વાયરલ થતા જ આવા જોખમી સ્ટન્ટ કરનાર યુવક-યુવતી (Couple) સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી. જે બાદમાં આ યુગલે માફી પણ માંગી હતી. આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈક દરમિયાન આગળ એટલે કે બાઇકની ટાંકી પર આવી જાય છે. જે બાદમાં બંને જાહેરમાં જ ન કરવાની હરકતો કરવા લાગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર