હેલમેટ પહેર્યા વગર બાઇક કેમ ચલાવવું? લોકોને ખૂબ પસંદ પડ્યો આ જુગાડ!

News18 Gujarati
Updated: September 5, 2019, 3:33 PM IST
હેલમેટ પહેર્યા વગર બાઇક કેમ ચલાવવું? લોકોને ખૂબ પસંદ પડ્યો આ જુગાડ!
વાયરલ થઈ રહેલો વીડિયો.

નવા ટ્રાફિક નિયમની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક જૉક પણ વહેતા થયા છે. જેમાં લોકો વધારવામાં આવેલા દંડનો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicles (Amendment) Act, 2019) લાગૂ થયા બાદ સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની રમૂજ વહેતી થઈ છે. નવા ટ્રાફિક નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે તો તેણે મોટો દંડ ચૂકવવો પડશે. નવા મોટર વ્હીકલ એક્ટ બિલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, ઓવરલોડિંગ, સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવી સહિતના અનેક ગુના માટે દંડની રકમ ખૂબ વધારી દેવામાં આવી છે. (આ પણ વાંચો : ટ્રાફિકના નવા નિયમ : ટ્રાફિક પોલીસ નિયમ તોડશે તો થશે બે ગણો દંડ!

નવા ટ્રાફિક નિયમની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક જૉક પણ વહેતા થયા છે. જેમાં લોકો વધારવામાં આવેલા દંડનો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જૂનો છે, આથી આને જોઈને એવું ન માની લેતા કે ટ્રાફિકના નવા નિયમ લાગૂ થયા બાદ આવું કંઇક થયું છે. (આ પણ વાંચો : ડ્રાઇવિંગ લાઇસન્સ-આરસી બુક નહી હોય તો પણ નહીં લાગે દંડ, આ ઍપ ડાઉનલોડ કરો )

વાયરલ વીડિયોમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે 'હેલ્મેટ વગર વાહન ચલાવવું ગુનો બને છે, પરંતુ ચાલીને નહીં.' આ વીડિયોમા તમે જોઈ શકો છો કે ખૂબ જ વ્યસ્ત રસ્તા પર લોકો પોતાના વાહનને દોરીને જઈ રહ્યા છે.

આઈપીએસ અધિકારી પંકજ જૈને આ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું કે, "ટ્રાફિક ચલણથી બચવાની અનોખી રીત અને જુગાડમાં ભારતીયો રાજા-રાણી છે, આ અંગે ઇન્કાર ન કરી શકાય." અન્ય યૂઝરોએ પણ આ વીડિયોની ખૂબ મજા લીધી હતી.

વિનોદ સૈની નામના એક યૂઝરે વીડિયો શેર કરતા લખ્યું છે કે, "આમાં કંઈ નવું નથી. મેં 14મી નવેમ્બર, 2018ના રોજ અમદાવાદમાં કંઈક આવું જ જોયું હતું."

નવા ટ્રાફિક નિયમની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક જૉક પણ વહેતા થયા છે.
First published: September 5, 2019
વધુ વાંચો
अगली ख़बर