Home /News /eye-catcher /લ્યો બોલો! દુલ્હનને જવું નથી પણ પરિવારજનોએ ટીંગાટોળી કરાવી વિદાઈ, વાયરલ થયો VIDEO

લ્યો બોલો! દુલ્હનને જવું નથી પણ પરિવારજનોએ ટીંગાટોળી કરાવી વિદાઈ, વાયરલ થયો VIDEO

ટીંગાટોળી કરીને દુલ્હનને મોકલવી પડી સાસરે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક VIDEO શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યાં છે. એ વિડીયોમાં દુલ્હનને ટીંગાટોળી કરીને સાસરે વળાવવામાં આવી રહી છે.

    Dulhan Ki Vidai Ka Video : લગ્ન અને તેની ધાર્મિક વિધિઓ સાથે જોડાયેલા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેમાંના કેટલાક વિડીયો દિલને સ્પર્શી પણ જાય છે, તો કેટલાક હાસ્ય રેલાવી જાય છે. તાજેતરમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા યુઝર્સ પણ વિદાય દરમિયાન એક દુલ્હનને રડતી જોઈને દંગ રહી ગયા છે. સામાન્ય રીતે લગ્ન બાદ દરમિયાન જ્યારે દિકરી પિયર છોડીને જાય છે, ત્યારે કન્યા ભાવુક થઈ જાય છે પરંતુ કેટલીકવાર વિદાય દરમિયાન કન્યાની તો કેટલીવાર તેના પરિવારની વિચિત્ર શૈલી જોવાલાયક હોય છે. હાલમાં જ વાયરલ થયેલ આ વિદાયનો વિડીયો જોઈને તમે આ વાતનો અંદાજ મેળવી શકો છો. આ વિડીયો ખરેખર અદભુત છે અને ગમે તે વ્યક્તિ તેને જોઈને હસવા જ લાગશો.

    VIDEOમાં દુલ્હન રડી રહી છે

    ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો એક લગ્ન સમારંભનો છે, જ્યાં પરિવાર પોતાની દીકરીને અલગ રીતે વિદાય આપી રહ્યો છે. આ ઘટના જોઈને જ તમે પણ હસવાનું અટકાવી શકશો નહીં. વિડીયોમાં દુલ્હન પોતાનું પિયર અને પરિવાર ગુમાવવાને કારણે રડી રહી છે. વિડીયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે દુલ્હન આ ઘર છોડીને બીજા ઘરે જવા તૈયાર નથી, તેને પોતાના સ્વજનોથી દૂર નથી જવું.






    વિડીયો જોયા પછી કદાચ સમજાશે કે આ જ કારણ છે કે કન્યાના સંબંધીઓ કેમ આ રીતે દુલ્હનને વિદાય આપતા જોવા મળી રહ્યાં છે. વિડીયોમાં દુલ્હનના સંબંધીઓ તેના હાથ-પગ પકડીને બળજબરીથી કારમાં બેસાડીને વિદાય આપતા નજરે પડે છે.

    આ પણ વાંચો: આ તો કેમનું બને! શ્વાને આપ્યો બકરીના બચ્ચાને જન્મ, ભસવાને બદલે બોલે છે મેં-મેં, જોઈ લો VIDEO

    આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને શેર પણ થઈ રહ્યો છે. સામાન્ય રીતે લગ્ન સમારોહના અને વર-કન્યા સાથે જોડાયેલા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, પરંતુ આ વીડિયો ખરેખર બધાથી અલગ છે. વિડીયો જોયા પછી તમે પોતે જ સમજી શકશો કે અમે કેમ આ વિડીયો અલગ હોવાનું કહી રહ્યાં છે. આ વિડીયો જોયા બાદ યુઝર્સના અલગ-અલગ પ્રકારના રિએક્શન પણ મજેદાર છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bride, Latest viral video, Wedding

    विज्ञापन
    विज्ञापन