ઝાડ પર લટકતો દેખાયો વિચિત્ર જીવ, લોકોએ પૂછ્યું- આ શું છે?

ઝાડ પર લટકતો દેખાયો વિચિત્ર જીવ, લોકોએ પૂછ્યું- આ શું છે?
44 સેકન્ડનો Video જોઈને એક્સપર્ટ્સ પણ મૂંઝવણમાં મૂકાયા, તેમને પણ સમજાતું નથી કે આ જીવ છે શું!

44 સેકન્ડનો Video જોઈને એક્સપર્ટ્સ પણ મૂંઝવણમાં મૂકાયા, તેમને પણ સમજાતું નથી કે આ જીવ છે શું!

 • Share this:
  નવી દિલ્હી : સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો (Viral Video) ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પોતાનું માથું ખંજવાળી રહ્યા છે. ટ્વિટર પર ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (Indian Forest Services-IFS)ના અધિકારી પ્રવીણ કાસવાન (Parveen Kaswan)એ આ વીડિયોને શૅર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિચિત્ર દેખાતો જીવ ધીમે-ધીમે એક ઝાડ પર ચડી રહ્યો છે. જીવનો આકાર કેવો છે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. લોકો મૂંઝવણમાં મૂકાયા છે અને તેમને પણ સમજાતું નથી કે આ જીવ છે શું...

  IFS અધિકારી પ્રવિણ કાસવાને વીડિયો શૅર કરીને કહ્યું કે, પ્રકૃતિ કેવા વિવરણોથી ભરેલી છે. જેને અનેકવાર જોવામાં આપણે નિષ્ફળ રહીએ છીએ. તેઓએ કેપ્શનમાં લખ્યું કે, પ્રકૃતિએ દરેક હિસ્સાને ચોકસાઈથી રાખ્યા છે. કાસવાને લખ્યું કે, વીડિયોને મારિયા ચાકોન દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો છે. મારો વિશ્વાસ કરો આપે અત્યાર સુધી આવું ક્રિએચર નહીં જોયું હોય.  જુઓ અજબ પ્રકારના જીવનો Video:


  આ પણ વાંચો, શિકાર માટે ઘાસની અંદર ઘાત લગાવીને કેટલા વાઘ છુપાઈને બેઠા છે? શોધી આપો

  44 સેકન્ડનો આ વીડિઠો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને 5 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ટ્વિટર પર યૂઝરે એ જાણવા ઉત્સુક છે કે આ જીવ આખરે છે શું? તેનું નામ શું છે?

  ટ્વિટર પર લોકો આવા રિએક્શન્સ આપી રહ્યા છે...

  આ પણ વાંચો, Corona Effect: ઘરોમાં કેદ ઈટલીના લોકો માટે પૉર્ન સાઇટે Free કર્યું પ્રિમિયમ કન્ટેન્ટ
  First published:March 16, 2020, 15:50 pm

  टॉप स्टोरीज