ફ્લાઇટમાં મુસાફરો ગેરવર્તન (misbehave by passengers on a flight) કરે છે ત્યારે શું થાય છે? મુસાફરને સીટ પર ટેપ કરવામાં આવી શકે છે. પાઇલટ સાથે ગેરવર્તન (misbehave with pilot on a flight) કરવામાં આવે ત્યારે શું થાય છે? આવા કિસ્સામાં ગેરવર્તન કરનારને ફ્લાઇટમાંથી બહાર કરી દેવામાં આવી શકે. તાજેતરમાં જ ફ્લાઇટની એક ઘટના વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જે વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં બની હોવાનું કહેવાય રહ્યું છે. જેમાં ગુસ્સે ભરાયેલા ટિકટોકર @_benmckaycaught ને સ્ટાફ સાથે ઝપાઝપી કરવા બદલ ફ્લાઇટમાંથી બહાર કરી દેવામાં (gets kicked off flight ) આવ્યો હોવાનું જોવા મળે છે. આ ક્લિપ હાલ સોશ્યલ મીડિયામાં મિલિયન્સ વ્યૂઝ સાથે ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં તે રોષે ભરાયેલા પેસેન્જર અને ક્રૂ વચ્ચે ચાલી રહેલી દલીલ (argument between the passenger and the crew)ને જોઈને અન્ય મુસાફરો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે.
શું છે વાયરલ વીડિયોમાં ?
આ વાયરલ વીડિયોમાં કેટલાક એટેન્ડન્ટ્સને તે શખ્સને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા હોવાનું પણ જોવા મળે છે. આ દરમિયાન ગુસ્સામાં રહેલો મુસાફર ક્રૂ મેમ્બરનો શર્ટ પકડતો જોવા મળ્યો હતો.
A passenger has been caught lashing out as Virgin Australia cabin crew tried to remove him from a plane in Townsville. https://t.co/0LXmbq8Ln2 #7NEWS pic.twitter.com/YqU5sL6JMO
— 7NEWS Brisbane (@7NewsBrisbane) January 5, 2023
ફ્લાઇટમાંથી મુસાફરને કરાયો બહાર
આ ઝપાઝપી થોડી મિનિટો સુધી ચાલી હતી. ત્યારબાદ ક્રૂએ કેટલાક મુસાફરોની મદદથી તે વ્યક્તિને વિમાનમાંથી બહાર કાઢી મૂક્યો હતો. આ ઘટના બાદ વર્જિન ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ વ્યક્તિને અયોગ્ય વર્તન કરવા બદલ ફ્લાઇટમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્વીન્સલેન્ડ પોલીસે તે શખ્સને એરપોર્ટથી એસ્કોર્ટ કર્યો હતો.
કંપનીના પ્રવક્તાએ news.com.au જણાવ્યું હતું કે, "મહેમાનો અને ક્રૂની સલામતી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે અને વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ્સમાં કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક અમે ચલાવી નહીં લઇએ.
અગાઉ પણ બની છે આવી ઘટના
ગત વર્ષે ફિલાડેલ્ફિયાથી એક ફ્લાઇટ પેસેન્જરને તેની સીટ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. કારણ કે તેણે એટેન્ડન્ટને કથિત રીતે મુક્કો માર્યો હતો અને ક્રૂની એક મહિલા સભ્યની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. ઓહિયોનો મેક્સવેલ બેરી ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટની અંદર ફરી રહ્યો હતો. આ પ્લેન ફિલાડેલ્ફિયાથી મિયામી જવાનું હતું. તેણે દારૂ પીધો હતો અને પછી વિમાનની અંદર મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તેણે તેના ખાલી કપનો ઉપયોગ મહિલા એટેન્ડન્ટની પાછળની બાજુને સ્પર્શ કરવા માટે કર્યો હતો.
આ દરમિયાન તે શર્ટ પહેર્યા વિના બાથરૂમમાંથી પાછો બહાર આવ્યો હતો, જેના કારણે મામલો બીચક્યો હતો. એક એટેન્ડન્ટે તેના સામાનમાંથી નવો શર્ટ શોધવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે કથિત રીતે અમુક મહિલાઓની છાતી પર હાથ ફેરવ્યો હતો. તે સમયે એક પુરુષ એટેન્ડન્ટે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના ચહેરા પર પેસેન્જરે મુક્કો માર્યો હતો. પરિસ્થિતિ હાથમાંથી બહાર નીકળી જાય તે પહેલાં, મુસાફરોએ દખલ કરી અને બેરીને તેની સીટ પર ટેપ કરીને વધારે માહોલ ખરાબ કરતા અટકાવી દીધો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Fight, Flights, International flights