Home /News /eye-catcher /

Weird! નાક-કાન કાપીને ‘શેતાન’ બની ગયો માણસ, 30 લાખ રૂપિયા ઉડાવીને બગડી નાખ્યો ચહેરો

Weird! નાક-કાન કાપીને ‘શેતાન’ બની ગયો માણસ, 30 લાખ રૂપિયા ઉડાવીને બગડી નાખ્યો ચહેરો

વેનેઝુએલાના ટેટૂ આર્ટિસ્ટે પોતાને માર્વલ કોમિક્સના સુપરવિલેન રેડ સ્કલ જેવો બનાવવા માટે 30 લાખ રૂપિયા ખર્ચ્યા છે. (Credit- Instagram/therealredskull)

Tattoo artist turns himself Devil: વેનેઝુએલા (Venezuela)ના હેનરી રોડ્રિગુએજ (Henry Rodriguez) નામના ટેટૂ આર્ટિસ્ટે પોતાને માર્વલ કોમિક્સના સુપરવિલેન રેડ સ્કલ (Red Skull) જેવો બનાવવા માટે પોતાનો ઓરિજનલ ચહેરો જ બદલી નાખ્યો છે. હવે તેને માણસ કહેવો કે નહીં તે પણ લોકોને પ્રશ્ન છે!

વધુ જુઓ ...
    Man turns himself Devil: અત્યારસુધી સુધી તમે એવા લોકો વિશે સાંભળ્યું હશે, જેમણે પોતાની સુંદરતા વધારવા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને સર્જરી (Plastic surgery) કરાવી હોય. પરંતુ, દુનિયામાં એવા લોકો પણ છે જેમણે પોતાનો ચહેરો બગાડવા માટે પૈસા ખર્ચ્યા હોય! વેનેઝુએલા (Venezuela News)ના એક એવા જ વ્યક્તિએ પોતાને માણસમાંથી શેતાન (Tattoo artist turns himself Devil) બનાવી નાખ્યો છે.

    વાત એમ છે કે, હેનરી રોડ્રિગુએજ (Henry Rodriguez) નામના ટેટૂ આર્ટિસ્ટે પોતાને માર્વલ કોમિક્સના સુપરવિલેન રેડ સ્કલ (Super Villain Red Skull) જેવો બનાવવા માટે પોતાનો ઓરિજનલ ચહેરો જ બદલી નાખ્યો છે. વર્ષો સુધી બોડી મોડિફિકેશન (Body Modification) કરાવ્યા બાદ હેનરીએ પોતાને એટલો ડરામણો બનાવી દીધો છે કે લોકો તેનો જૂનો ચહેરો ભૂલી ગયા છે.

    આ પણ વાંચો: 24 કલાક ખુલ્લી રહે છે શખ્સની આંખો, રાત્રે સૂવા માટે લગાવવી પડે છે ટેપ! આ છે કારણ

    30 લાખ રૂપિયામાં બગાડ્યો ચહેરો!

    Daily Starની રિપોર્ટ મુજબ વ્યવસાયે ટેટૂ આર્ટિસ્ટ હેનરી રોડ્રિગુએજ (Henry Rodriguez)ને બાળપણથી જ રેડ સ્કલ નામના સુપરવિલનનું પાત્ર પસંદ હતું. આ જ કારણે તેણે પોતાના શરીરમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું હતું. 42 વર્ષના હેનરીએ પોતાના આ ચિત્રવિચિત્ર શોખ ઉપર 30 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે, તેના પછી તેને આ ડરામણો ચહેરો મળ્યો છે. હેનરીનું કહેવું છે કે તેને શેતાની કેરેક્ટર્સનો એટીટ્યુડ અને પર્સનાલિટી ઘણી પસંદ છે, માટે તેણે પોતાને બદલવાનો નિર્ણય લીધો.

    આ પણ વાંચો: વિશ્વના સૌથી વૃદ્ધ ગોરિલાનું મોત, કોરોનાને હરાવ્યો, ઉંમર જાણીને આશ્ચર્ય થશે

    2012ના વર્ષથી શરૂ થયો આ સિલસિલો

    એક બાળકના પિતા હેનરીએ પોતાનો ચહેરો ‘બગાડવાનો’ નિર્ણય 2012ની સાલમાં લીધો. તેણે આ માટે શારીરિક અને માનસિક બધા પ્રકારનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. 130 કલાકની સર્જરી બાદ તેણે વિચિત્ર લૂક મેળવ્યો. હેનરીએ પોતાનું નાક અને કાન કપાવી નાખ્યા છે, જ્યારે તેની આંખની અંદર પણ કાળી ઝાંય પડી ગઈ છે. તેણે પોતાના માથા ઉપર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ ત્યાં ચિત્રવિચિત્ર ઉભાર બનાવ્યા છે. તેણે આઈબ્રો ઉપર પણ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને જીભના પણ બંને ભાગ કપાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, હેનરીએ હજુ પણ પોતાના ચહેરા પર પ્રયોગ કરાવવા માટે તૈયારી દાખવી છે!
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, OMG News, Shocking news, Weird news, અજબ ગજબ સમાચાર

    આગામી સમાચાર