ભારતના અનેક મંદિરોમાં મગરને પૂજનીય અને ભગવાનનું વાહક માનવામાં આવે છે. પણ તેમ છતાં તે એક તેવું પ્રાણી તો જરૂરથી છે કે સામે આવી જાય તો તો ભલભલાના ભગવાન યાદ આવી જાય. પણ જ્યારે ભગવાનના મંદિરમાં જ મગર આવી જાય તો પછી શું? આવું જ કંઇક થયું છે કેરળના પ્રખ્યાત મંદિરમાં. કેરળનું આ મંદિર આમ પણ રહસ્યમયી છે. કેરળના કાસરગોજ સ્થિત અનંતપુર નામનું મંદિર છે. જ્યાં અનેક વર્ષોથી એક મગર રહે છે. કહેવાય છે કે આ મગરનું નામ બાબિયા છે. અને તેવું મનાય છે કે આ મગર શાકાહારી છે. આમ તો સામાન્ય રીતે આ મગર મંદિર પાસે આવેલા તળાવમાં જ રહે છે. અને કોઇને પણ નુક્શાન નથી પહોંચાડતો. પણ મંગળવારે કંઇક તેવું થયું કે મંદિરના પૂજારી પણ ચોંકી ગયા.
આટલા વર્ષોથી મંદિરના તળાવમાં રહેતા આ મગરે અચાનક જ મંગળવારે મંદિરની અંદર પ્રવેશ કર્યો. મંદિર પરિસરમાં અચાનક જ ઘૂસી આવેલા આ વિશાળકાળ મગરને જોઇને લોકો અને પૂજારી પણ ચોંકી ગયા. આ વાતે તમામને આશ્ચર્યમાં મૂકી દીધા જો કે મંદિર પરિસરમાં આવી ચડેલા આ મગર અહીં થોડો સમય વીતાવ્યો. અને પછી મુખ્ય પૂજારી ચંદ્રપ્રકાશ નંબિસનના કહેવા પર તે મંદિરના તળાવમાં પાછો જતો રહ્યો.
મગરના મંદિરમાં પ્રવેશ કરવાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રિપોર્ટસની માનીએ તો આ મગર શાકાહારી છે. અને તેણે અહીં પણ પરિસરમાં આવીને કોઇને નુક્શાન નહતું પહોંચાડ્યું. જો કે અમુક લોકો સોશિયલ મીડિયામાં આ રીતે મગરનું મંદિરના ગર્ભગૃહમાં આવવાને અપશુકન અને અયોગ્ય પણ કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે આટલા વર્ષોમાં મગર કદી મંદિર પ્રવેશ્યો નથી તો હવે જ્યારે આ થયું છે તો તે કોઇ મોટો સંકેત પણ હોઇ શકે.
મગર બાબિયા
તમને જણાવી દઇએ કે બાબિયા અહીં લાંબા સમયથી તળાવના મંદિરમાં રહે છે. જો કે આ મંદિરના તળાવમાં મગર કેવી રીતે અને ક્યારે આવ્યો તે કોઇ નથી જાણી શકતું. વધુમાં આ મગર રોજ ભાતનો પ્રસાદી ખાય છે. કહેવાય છે કે બાબિયા મંદિરના તળાવમાં ગત 70 વર્ષથી રહે છે. અને આ દરમિયાન તેણે ક્યારેય કોઇની પર હિંસક હુમલો નથી કર્યો. તેવી પણ માન્યતા છે કે આ મગર વેજીટેરીયન છે.
" isDesktop="true" id="1038322" >
અને જ્યારે એક મગરની મૃત્યુ થાય છે ત્યારે આપો આપ થોડા સમયમાં અહીં એક બીજી મગર રહેવા આવે છે. અને કદી મંદિરની સેવા કરે છે. આ મગરને દેવીય પણ માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર