Home /News /eye-catcher /OMG! બસ સ્ટેશન ઉપર કેવી રીતે ચડી ગઈ કાર? ફોટો જોઈને લોકો ખંજવાળવા લાગ્યા માંથુ, તમારો શું છે જવાબ?
OMG! બસ સ્ટેશન ઉપર કેવી રીતે ચડી ગઈ કાર? ફોટો જોઈને લોકો ખંજવાળવા લાગ્યા માંથુ, તમારો શું છે જવાબ?
ફ્રાન્સમાં વાયરલ થયેલી તસવીર
france news: લોકો સવાર સવારમાં પોતાના (People Morning work) કામ ઉપર જવા માટે બસ પકડવા માટે સ્ટેશન (bus stand) પહોંચ્યા તો તેમને સફેદ રંગની વાન સ્ટેશન ઉપર (van on bus station photo) ચઢેલી દેખાઈ હતી.
viral news: સોશિયલ મીડિયા અજીબોગરી તસવીરોનો (OMG photos) ભંડાર છે. અહીં એવા એવા ફોટો વાયરલ (photos viral) થાય છે જેને જોઈને લોકોના દિમાગ ચકરાવે ચડી જાય છે. તાજેતરમાં એક આવો જ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો બસ સ્ટેશન (var on bus stand photo) ઉપર ચડેલી એક વાનનો છે. અહીં ઊભેલા લોકો પણ હેરાન છે કે કાર તેના ઉપર કેવી રીતે ચડી ગઈ. ચાલો અમે તમને આખો મામલો જણાવી દઈએ.
ફ્રાન્સના શહેર (France) પ્લૂનેવેન્ટરમાં (Plounéventer) તાજેતરમાં લોકોએ એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. જ્યારે લોકો સવાર સવારમાં પોતાના કામ ઉપર જવા માટે બસ પકડવા માટે સ્ટેશન પહોંચ્યા તો તેમને સફેદ રંગની વાન સ્ટેશન ઉપર ચઢેલી દેખાઈ હતી. આ દ્રશ્ય જોઈને લોકો દંગ રહી ગયા હતા.
કારણ કે બસ સ્ટેશનની છત સુધી જવા માટે કોઈ ઢાળ જ ન્હોતો અને સીડીઓ પણ ન્હોતી, ફેસબુક ઉપર આ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ કાર જોઈ તો પોલીસને ફોન કર્યો છે.
પોલીસે કારને નીચે ઉતારી લીધી અને કારના માલિકની શોધખોળ શરુ કરી છે. હજી સુધી જાણવા મળ્યું નથી કે કાર બસ સ્ટેશન ઉપર કેવી રીતે ચડી. લોકો અંદાજો લગાવી રહ્યા છેકે કારને કોઈ ક્રેઈન દ્વારા ઉપર રાખી શકે.
બસ સ્ટેન્ડ ઉપર ચડેલી કારની વાયરલ તસવીર
બાકી બીજી કોઈ રીતથી કાર ઉપર ન ચડાવી શકાય. પોલીસે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, હજી સુધી આ એક રાજ છે કે કાર ઉપર કેવી રીતે ગઈ. અમને જાણ થઈ ગઈ છે કે કાર કોની છે પરંતુ એ નથી જાણતા કે કાર કેવી રીતે પહોંચી અને કયા કારણોથી તેને ઉપર ચઢાવવામાં આવી હતી.
પોલીસે ફેસબુક ઉપર ફોટો શેર કરીને એ જાણવાની કોશિશ કરી રહી છે. શરુઆતમાં લોકોને લાગતું હતું કે આ કોઈ લોકલ આર્ટિસ્ટે કર્યું હશે જેને કાર અંગે ડિઝાઈન બનાવવાનો પ્લાન આવ્યો હશે. અથવા તો માર્કેટિંગની રીત હોઈ શકે પરંતુ બંને થીયરને પોલીસે નકારી દીધી હતી.
આપકો જણાવી દઈએ કે વાન દેખાવાની આ ઘટના છેલ્લા સપ્તાહની છે જેનો ફોટો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. મીડિયાના જણાવ્યા પ્રમાણે આ કેસ ઉકેલી લીધો છે. મીડિયાના કહેવા પ્રમાણે આ એક કોમર્શિયલ ડિસ્પ્યૂટનું કારણે છે. વાન માલિક અને એક અન્ય વ્યક્તિ વચ્ચે થયેલી લડાઈના કારણે વાનને બસ સ્ટેશન ઉપર ચઢાવી દીધી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર