Home /News /eye-catcher /

Viral: Valentine's Day પર Cheat કરે પાર્ટનર, તો તેના નામ પર કરો કચરાપેટીનું નામકરણ

Viral: Valentine's Day પર Cheat કરે પાર્ટનર, તો તેના નામ પર કરો કચરાપેટીનું નામકરણ

Valentine's Day: વેલેન્ટાઇન ડે પર અનેક કપલ્સ (Couples)ના દિલ જોડાય છે, તો કેટલાકના તૂટી પણ જાય છે. આવી સ્થિતિમાં, એક વેસ્ટ મેનેજમેન્ટ કંપની યુવાનો માટે એક અનોખી ઓફર લઈને (Name a dustbin after your ex partner) આવી છે.

Valentine's Day: વેલેન્ટાઇન ડે પર અનેક કપલ્સ (Couples)ના દિલ જોડાય છે, તો કેટલાકના તૂટી પણ જાય છે. આવી સ્થિતિમાં, એક વેસ્ટ મેનેજમેન્ટ કંપની યુવાનો માટે એક અનોખી ઓફર લઈને (Name a dustbin after your ex partner) આવી છે.

    Valentine Weekમાં ચારેતરફ પ્રેમ જ પ્રેમ (Love) વિખેરાયેલો હોય છે. કેટલાક લોકો કોઈને પ્રપોઝ કરવા માટે એક વર્ષથી આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો એવા પણ છે જેમની પ્રપોઝલ ઊંઘુ પડી જાય છે. આવા લોકો માટે બ્રિટિશ વેસ્ટ મેનેજમેન્ટ કંપની (British Waste Management Company) એક અનોખી ઓફર લઈને આવી છે, જેથી તેઓ પોતાના દિલની ભડાશ કાઢી શકે.

    જે લોકો પોતાના એક્સ પાર્ટનરને ખરેખર નફરત કરે છે અને જેમને તેમનું નામ (Name a dustbin after your ex partner) સાંભળવું પણ ગમતું નથી તેમના માટે હવે એક નવી સર્વિસ શરૂ કરવામાં આવી છે. હવે તેઓ ડસ્ટબિનનું નામ પોતાના પાર્ટનરના નામ પર રાખીને પોતાના દિલને રિલેક્સ કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે આ ફીચર બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.

    50,000 ડસ્ટબિનના નામ રાખવાની સુવિધા
    BusinessWaste.co.uk દ્વારા 50,000 ડસ્ટબિનના નામ રાખવાની સુવિધા આપવામાં આવી રહી છે, જેને લોકો પોતાની એક્સ ગર્લફ્રેન્ડના નામ પર રાખી શકે છે. આ ડસ્ટબિન યુનાઇટેડ કિંગડમની વિવિધ રેસ્ટોરાં, બાર અને ઓફિસોમાં રાખવામાં આવશે.

    આ પણ વાંચો: Viral: ઝાડના વેલાને પોતાના પગથી બાંધીને ઉંચાઇથી કૂદે છે અહીંના લોકો, ચોંકાવનારી છે માન્યતા

    જ્યારે પણ આ નામવાળી વ્યક્તિ જશે તો કંપની તેને તેના લોકેશનની સાથે ડસ્ટબિનની તસવીર પણ મોકલશે. Xના નામે ડસ્ટબિન રાખવા માટે ઓનલાઇન ફોર્મ દાખલ કરી શકાય છે. વેસ્ટ મેનેજમેન્ટ કંપનીના કો-ફાઉન્ડરનું કહેવું છે કે આવું કરવાથી લોકો પોતાના એક્સના નામની કેટલીક નકારાત્મક યાદોને પાછળ છોડી દેશે.

    આ પણ વાંચો: Viral: બેવફાઈ કરતા પુરુષો માટે બનશે દવા! વૈજ્ઞાનિકોનો દાવો, ગોળી ખાવાથી જીવનસાથીને નહિ આપે દગો

    રસપ્રદ બદલાનો નથી અભાવ
    એવું નથી કે ફક્ત ડસ્ટબિનને જ તેમના નામ પર રાખી શકાય છે. કંપની ટોયલેટ પેપર રોલ પણ આપી રહી છે, જેમાં તેમના એક્સનું નામ અને ચહેરો પણ બનાવવામાં આવશે. તેની કિંમત લગભગ 2,000 રુપિયા હશે. જો કે, અગાઉ દિલજલે પ્રેમીઓ માટે કન્ઝર્વેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઓફર પણ કરવામાં આવી હતી, જેમાં તેમને કેટલાક પૈસા ખર્ચીને તેમના એક્સના નામે વંદો અને અન્ય પ્રાણીઓ ઉછેરવાની તક આપવામાં આવી રહી હતી. આ રસપ્રદ ઓફર માત્ર યુનાઇટેડ કિંગડમના લોકોને જ નહીં પરંતુ યુ.એસ.ના ઘણા પ્રાણી સંગ્રહાલયોમાં પણ આપવામાં આવે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing, Valentine day 2022, Viral news, Weird news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन